ભાવનગર નદીમાં ધોડાપૂર હોવા છતાં યુવાન નાહવા ગયો અને તણાયો, મળ્યો મૃતદેહ

News18 Gujarati
Updated: August 20, 2020, 12:46 PM IST
ભાવનગર નદીમાં ધોડાપૂર હોવા છતાં યુવાન નાહવા ગયો અને તણાયો, મળ્યો મૃતદેહ
પ્રતિકાત્મક તસવીર

ભાવનગરમાં એક જ દિવસમાં નદીના ધસમસતા પાણીમાં ડૂબવાની આ બીજી ઘટના છે.

  • Share this:
ભાવનગરના મહુવામાં ભાદ્રોડ નદીમાં ઘોડાપૂર આવતા નદીમાં એક યુવાન તણાયો હતો. તરેડી ગામનો 30 વર્ષનો યુવાન ભાદરોડ ગામે આવતી વખતે નદી પસાર કરતા ડૂબી ગયો હતો. નદીમાં તણાયેલા 30 વર્ષના યુવાનને શોધવા ભાદરોડ ગામના લોકોએ બે કલાક મહેનત કરી હતી. ગંગા જળીયા મહાદેવ મંદિર પાસેથી તેનો મૃતદેહ મળ્યો હતો. ભાવનગરમાં એક જ દિવસમાં નદીના ધસમસતા પાણીમાં ડૂબવાની આ બીજી ઘટના છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, મહુવાની ભાદ્રોડ નદી ગંગાજળીયા વિસ્તારનાં કિનારે ન્હાવા ગયેલા બારૈયા દિલીપભાઇ દીનેશભાઇ (રહે.જુની તરેડી,તા.મહુવા) વાળા ઉ઼ડા પાણીમા઼ તણાવા લાગ્યો હતો. જે બાદ યુવાન પાણીમા઼ ગરકાવ થઇ ગયો હતો. ગ્રામજનોએ ભારે જહેમત બાદ તેની શોધખોળ કરતા તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં આસપાસનાં સ્થાનિકોનાં ટોળેટોળા ઉમટ્યા હતાં.

આ પણ વાંચો- આગામી ચૂંટણીમાં તમામ 182 બેઠક જીતીશું, પક્ષમાં જૂથબંધી કરનારને છોડીશું નહીં : સી.આર. પાટીલ

ભાલ પંથકમાં પાળિયાદ દેવળિયા ગામ પાસેથી પસાર થતી ઘેલો નદીમા છેલ્લા છ દિવસથી ઘોડાપુર આવતા પાળ્યાદ દેવાળિયા મુખ્ય રસ્તો બંધ થયો છે. છતાં લોકો પોતાના જાનના જોખમે પસાર થતા હતા. ત્યારે બુધવારે બપોરના સમયે પાળિયાદ ગામના કાળુભાઇ ઘુસાભાઇ ડાભી (ઉ.વ.38) તથા કલ્પેશભાઇ કાળુભાઇ ડાભી (ઉ.વ.17) એમ બન્ને પિતા-પુત્ર પોતાની મોટર સાયકલ લઇ આ જોખમી રસ્તા પરથી પસાર થવા જતા પાણીમા ઘસમસતા પ્રવાહમાં બાઇક સાથે તણાયા હતા.

આ પણ જુઓ- 
નોંધનીય છે કે, ભાવનગરમાં બુધવારે પોણો ઇંચ વરસાદ ખાહક્યો હતો. મહુવા પછી ભાવનગર શહેરનો 100 ટકા વરસાદમાં સમાવેશ થઇ ગયો છે. બુધવારે 483 મીમી વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં પાલિતાણામાં 21 મીમી એટલે કે એક ઇંચની નજીક જયારે ભાવનગર શહેરમાં 16 મીમી પોણો વરસાદ વરસ્યો હતો. અન્ય તાલુકામાં જોઇએ તો મહુવામાં 12 મીમી,તળાજા 11 મીમી,વલભીપુર 9 મીમી,ઉમરાળા 8 મીમી,ઘોઘા 5 મીમી,જેસર અને સિહોરમાં 4 મીમી અને ગારિયાધારમાં 2 મીમી વરસાદ વરસ્યો હતો.
Published by: Kaushal Pancholi
First published: August 20, 2020, 12:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading