પાલિતાણા : વ્યાજખોરોએ યુવક પર પેટ્રોલ છાંટ્યુ, દિવાસળી ચાપી જીવતો સળગાવ્યો

પાલિતાણા : વ્યાજખોરોએ યુવક પર પેટ્રોલ છાંટ્યુ, દિવાસળી ચાપી જીવતો સળગાવ્યો
પીડિત મેબૂબની ફાાઇલ તસવીર

યુવકે મરણપથારીએ કહ્યું હતું, ''લાલો કાઠી અને ભઈલો કાઠી મારા પેટ્રોલ છાંટી અને દિવાસળી નાખી અને નીકળી ગ્યા'

 • Share this:
  નીતિન ગોહેલ ભાવનગર : ભાવનગર જિલ્લાના (Palitana Bhavnagar) પાલિતાણામાં એક રૂંવાડા ઊભા કરી નાખતી ઘટના સામે આવી છે. અહીંયા વ્યાજખોરોએ કથિત રીતે પઠાણી ઉઘરાણીમાં (Finaciners Burnt Youth alive) એક યુવક પર પેટ્રોલ છાંટી અને તેને જીવતો સળગાવી નાખ્યો છે. આ યુવક 90 ટકા સળગેલી હાલતમાં ભાવનગરની સર ટી. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. યુવકે હૉસ્પિટલમાં મરણ પથારીએથી બે વ્યાજખોર લાલો કાઠી અને ભઈલો કાઠીના નામ આપ્યા અને પોતાને સળગાવી નાખ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, યુવકની હાલત જોઈને કોઈ પણ વ્યક્તિને આઘાત લાગી શકે છે.

  બનાવની વિગત એવી છે પાલિતાણાથી 108 મારફતે આજે એક યુવકને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ યુવકનું નામ મહેમૂદ શાહ છે અને તે વ્યવસાયે છૂટક મજૂર છે. મહેમૂદે હૉસ્પિટલમાં જણાવ્યા મુજબ ''લાલો કાઠી અને ભઈલો કાઠી મને પેટ્રોલ નાખી અને દિવાસળી છાંટી અને નીકળી ગ્યા, મારી પાસેથી 5000 રૂપિયાની ઉઘરાણીમાં 40,000 રૂપિયા વ્યાજ લઈ ગયા હતા છતાં રકમ માટે દબાણ કરતા હતા. મને ભાવનગર રોડ પર બોલાવી અને કહ્યું કે આજે તો તને મારી નાખવો છે. એમ કહી અને લાલાએ અને ભઈલાએ પેટ્રોલ છાંટી અને મારા પર દિવાસળી નાખી દીધી'  આ પણ વાંચો :  પાકિસ્તાનનનો ટેણિયો બોર્ડર ક્રોસ કરીને ભારતની સીમામાં પહોંચી ગયો, BSFએ ફ્લેગ મીટિંગ કરી પરત સોપ્યો

  જોકે, યુવકને 108 સુધી લઈ જનારા એક સ્થાનિકે જણાવ્યું કે અમે જોયું તો આ છોકરો સળગેલી હાલતમાં પડ્યો હતો એટલે અમે તાત્કાલિક 108માં ફોન કરી અને લઈ આવ્યા. જો અમે પાંચ દસ મિનિટ મોડા પડ્યા હોત તો પણ કદાચ આનો જીવ ન બચ્યો હોત' દરમિયાનમાં યુવક મહેબૂબની હાલત હાલમાં નાજૂક હોવાનું તબીબો જણાવ્યું હતું જેના કારણે ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. તેને પ્રથમ પાલિતાણાની માનસિંહજી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ બર્ન્સની માત્રા 90 ટકા હોવાથી ભાવનગર દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં એક મજબૂર યુવક જિંદગી સામે જંગ હારી ગયો હતો.

  ભોગ બનનાર મબૂબે કહ્યું કે 'તેનો મોબાઇલ પણ આ શખ્સો ઝૂંટવી અને લઈ ગયા છે ત્યારે ભાવનગર જિલ્લામાં લુખ્ખા તત્વોને જાણે પોલીસ કે કાયદો અને વ્યવસ્થાની કોઈ બીક ન રહી હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં આ યુવકની સારવાર થઈ રહી છે ત્યારે આ મામલે પોલીસ કાર્યવાહી ક્યા પ્રકારની થાય છે તે જોવું રહ્યું'

  રાજ્યના DGPએ ઑક્ટોબરમાં જ તમામ રેંજ આઇજીને વ્યાજખોરો પર કાર્યવાહી કરવા જણાવ્યું હતું

  રાજ્યમાં વ્યાજખોરીનું દુષણ ડામવા પોલીસ પ્રયત્નશીલ છે. ત્યારે ગત 21મી ઑક્ટોબરે ડીજીપી આશિષ ભાટીયાએ તમામ રેન્જ આજી, તમામ પોલીસ કમિશ્નર અને તમામ જિલ્લાના એસપીને સૂચના આપી બેફામ બનેલા વ્યાજખોરો પર તૂટી પડવા આદેશ કર્યો છે. ડીજીપીએ એક પરિપત્ર પાઠવ્યો છે જેમાં મનીલેન્ડર્સ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવા હુકમ કર્યો છે.

  યુવક મહેબૂબની ફાઇલ તસવીર


  આ પણ વાંચો :  જૂનાગઢ : મહિલાને ઢસડી ઘરમા લઈ ગયા શખ્સો, હાથપગ બાંધી ઢોર માર માર્યો

  આ પત્રમાં રાજ્યના પોલીસવડાએ જણાવ્યું હતું કે, રજિસ્ટ્રેશન વિના નાણાં ધીરવાની પ્રવૃત્તિ કરવી, નિયત દર કરતા વધુ વ્યાજે પૈસા ધીરવા, પૈસાની અવેજમાં મિલ્કત વસૂલવી, નાણાં વસૂલવા માટે દેણદાર ઉપર ત્રાસ ગુજારવો જે ઈપીકો કલમ 384, 387 હેઠળ ગુનો બને છે. વ્યાજખોરો સામે ગુનો દાખલ કર્યા બાદ સબંધિત જગ્યાઓએ તાત્કાલિક સર્ચ કરી આધાર પુરાવા મેળવવાની તાકીદ કરાઈ છે.
  Published by:Jay Mishra
  First published:April 03, 2021, 15:29 pm

  ટૉપ ન્યૂઝ