ભાવનગરઃ શરમજનક ઘટના! નરાધમે મહિલાને ઓફિસમાં બોલાવી માર મારી આચર્યું દુષ્કર્મ

ભાવનગરઃ શરમજનક ઘટના! નરાધમે મહિલાને ઓફિસમાં બોલાવી માર મારી આચર્યું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

ચુપ રહેજે, દેકારો કરતી નહી, નહીતર તારું ગ‌ળું દબાવી અત્યારે જ મારી નાખીશ અને પતિ અને દિકરીને વાત કરતી નહી નહીતર બધાને જાનથી મારી નાખીશ.

 • Share this:
  નીતિન ગોહેલ, ભાવનગરઃ ભાવનગર (Bhavnagar) જીલ્લાનાં તળાજા પંથકની એક મહિલા (woman) પર એક શખ્સે તેના સાથીદારોની મદદથી દુષ્કર્મ (rape) આચરી પીડિતાને તથા તેના પતિ અને બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની તળાજા પોલીસ સ્ટેશનમાં (police station) ફરિયાદ નોંધાઈ હતી. તળાજા પંથકની મહિલાએ અનસ હબીબભાઈ પઠાણ દ્વારા છેલ્લા એક વર્ષ થી ફોનમાં સંપર્ક કરી બિભિત્સ માંગણી, પજવણી અને ધાકધમકી આપતો હોય પરંતુ મહિલા આબરુ જવાની બીકે ચુપ રહી મુંગા મોઢે બધુ સહન કરતી હતી

  પરંતુ ગત 19/04ના રોજ અનસે ઈમલો વોરો અને કાળું ધોબીની મદદગારી લઈ મહિલાને તેની ઓફિસે બોલાવી દુષ્કર્મ આચરી ઢીકા પાટું મારેલ અને ધમકી આપી કે ચુપ રહેજે, દેકારો કરતી નહી, નહીતર તારું ગ‌ળું દબાવી અત્યારે જ મારી નાખીશ અને પતિ અને દિકરીને વાત કરતી નહી નહીતર બધાને જાનથી મારી નાખીશ.  જે બાદ ગત 20/04ના રાત્રી દરમિયાન તેમના પતિ ગાડીનું ભાડુ કરવા ભરૂચ ગયેલા હોય ત્યારે રાત્રે સાડા અગિયાર વાગ્યા આસપાસ આવી કહ્યું કે, ગઈકાલની વાત કોઈને કરીશ તો હું તારું ખુન કરી નાખીશ.

  આ પણ વાંચોઃ-વહૂને આંખોની સામે તડપતી મરતી દેખી, પરિજનોએ ખોલી પોલ, 30 મિનિટ નહીં બે કલાક બંધ રહ્યો હતો ઓક્સીજન

  આ પણ વાંચોઃ-રાજકોટઃ સિવિલમાં પૈસા લઈને દાખલ કરાવનારા લાલચું યુવકો ઝડપાયા, રૂ. 9000ની લાંચ માંગવામાં આવતી

  આ પણ વાંચોઃ-અમદાવાદની યુવતીની કરુણ કહાની! પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો

  આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

  જે બાદ બીજે દિવસે હું તેમના પરિવાર નાં સભ્યોને મળવા ગઈ આ અંગે મેં અનસભાઈ અકબર પઠાણ, તેની પત્નિ જેબાબેન, અનસના પત્નિ શબુબેન સહિતનાં તેમના પરિવારના લોકોને આ વાત કરી જેમાં મને  છેલ્લા એક વર્ષ થી ફોનમાં સંપર્ક કરી બિભિત્સ માંગણી, પજવણી અને ધાકધમકી આપતો હતો.  જેથી આબરુ જવાની બીકે હું ચુપ રહી મુંગા મોઢે બધુ સહન કરતી હતી. આ વાત કરતા તેમણે મારી એકપણ વાત સાંભળી નહી અને કોઈપણ પ્રકાર ની મદદ ન કરી અને મને ધમકાવી કાઢી મૂકી હતી જે બાદ મહિલાએ આ અંગે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
  Published by:ankit patel
  First published:April 22, 2021, 17:10 pm

  ટૉપ ન્યૂઝ