Home /News /kutchh-saurastra /

ભાવનગરઃ ખાવાના ફાંફા પડતાં માતાએ પાંચ સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, ચારનાં મોત

ભાવનગરઃ ખાવાના ફાંફા પડતાં માતાએ પાંચ સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, ચારનાં મોત

કૂવો

સામુહિક આપઘાતનો બનાવ સામે આવતા જ પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

    ચિરાગ ત્રિવેદી, ભાવનગર

    ભાવનગરઃ તાલુકાના પાંચ પીપળા ગામ ખાતે ખૂબ જ આઘાત પહોંચાડતો બનાવ બન્યો છે. અહીં આર્થિક ભીંસથી કે અન્ય કોઈ કારણથી કંટાળીને એક માતાએ પોતાના પાંચ સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. કુલ છ લોકોમાંથી ચાર સંતાનોનાં મોત થયા છે. જ્યારે માતા અને મોટી દીકરીને ગામ લોકોએ બચાવી લીધા હતા.

    માતાજીના દર્શને જવાનું કહીને મહિલા ઘરેથી નકળી હતી

    ભાવનગર જીલ્લાના તળાજાના ઝાંઝમેર ગામના રહેવાસી ગીતાબેન નામની મહિલા પોતાનાં પાંચ બાળકો સાથે ગઈકાલ સાંજે(સોમવારે સાંજે) પોતાના પતિને માતાજીના દર્શન કરવા જવાનું કહીને નીકળી હતી. મોડી રાત્રે મહિલાએ રાજપરા પાસેના પાંચ પીપળા ગામની સીમમાં તુલસીભાઈ ઈટાલીયાની વાડીમાં આવેલા કૂવામાં એક પછી એક પોતાનાં બાળકોને ફેંકી દીધા હતા અને અંતમાં પોતે પણ કૂવામાં ઝંપલાવી દીધું હતું.

    રાત્રે જ મૃતદેહ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.


    આ અંગેની જાણ થતાં આસપાસના લોકો દોડી ગયા હતા અને ગીતાબેન તેમજ તેની મોટી પુત્રીને બચાવી લીધા હતા. જ્યારે એક નાની પુત્રીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મોડી રાત્રે ગીતાબેન તેમ જ બચી ગયેલી પુત્રીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. બાળકીઓના મૃચતદેહને બહાર કાઢવા માટે ભાવનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

    આ પણ વાંચોઃ ભાવનગર સામુહિક આપઘાતઃ 'આંખ બંધ કરું તો ભૂતડા દેખાતા હતા'

    બચી ગયેલી મહિલા ગીતાબેનએ જણાવ્યું હતું કે તેઓ ખેડૂત સાથે ભાગમાં વાડી રાખીને ખેતી કરીને પોતાનું જીવન ગુજરતા હતા. બે વર્ષથી કોઈ ઉપજ ન આવતા એક દિવસ જમવાના પણ ફાંફાં પડતાં હતાં. તેને આંખે ઓછું દેખાતું હોવાથી બાળકોનું પણ ધ્યાન રાખી શકતા હતા. એટલું જ નહીં આંખ બંધ કરતા તેમને ભૂતપ્રેત દેખાતા હોવાથી ઊંઘ પણ હરામ થઈ ગઈ હતી. પોતાના મોત બાદ બાળકોનું શું થશે તેવા વિચારમાં તેણે બધાને મોતને ઘાટ ઉતારીને પોતે પણ આપઘાત કરી લેવાનું નક્કી કર્યું હતું.

    ગીતાબેન


    મહિલાના પતિ ધરમશીભાઈએ આ અંગે જણાવ્યું હતું કે, તેની પત્નીએ માતાજીનું નામ લીધું એટલે મેં તેને જવા દીધી હતી. પણ તે આવું કરશે તેની ખબર ન હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનોમાં મોટી પુત્રી ધર્મિષ્ઠા, તેના બાદ પુત્રી અક્ષિતા, મોટો પુત્ર કુલદીપ, કાર્તિક અને સૌથી નાનો રુદ્ર હતા. આ બનાવમાં ધર્મિષ્ઠાનો બચાવી થયો છે. જ્યારે અક્ષિતાનો મૃતદેહ સોમવારે રાત્રે જ બહાર કાઢી લેવામાં આવ્યો હતો.

    સામુહિક આપઘાતનો બનાવ સામે આવતા જ પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. રાત્રે જ મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં મંગળવારે સવાર સુધી એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે ત્રણ બાળકીના મૃતદેહ બહાર કાઢી શકાયા ન હતા.

    આ પણ વાંચોઃ સુરતઃ મહિલાએ બે બાળકો સાથે ટ્રેન નીચે ઝંપલાવી કર્યો આપઘાત
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Commit suicide, Well, Woman, ભાવનગર

    આગામી સમાચાર