ભાવનગરઃ ધોલેરાના 12 ગામો વરસાદી પાણીમાં, ખુણ ગામ બેટમાં ફેરવાયું

News18 Gujarati
Updated: August 12, 2019, 8:40 PM IST
ભાવનગરઃ ધોલેરાના 12 ગામો વરસાદી પાણીમાં, ખુણ ગામ બેટમાં ફેરવાયું
ધોલેરાની તસવીર

ધોલેરામાં ઉતાવળી, નિલકા, ભાદર, ઘેલો અને ભોગવો એમ પાંચ નદીઓ ના પાણી ઉપરવાસમાં થી આવતા 12 ગામોમાં પાણી ફરી વળ્યાં છે.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદઃ બરવાળામાં ભારે વરસાદને પગલે અમદાવાદ નજીક ધોલેરા માં વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેને પગલે તંત્ર એ બગોદરા ભાવનગર હાઇવે બંધ કરવો પડ્યો હતો. જ્યારે ધોલેરા હાઇવે પર પાણી ફરી વળતા ટ્રક અને ટેમ્પો જેવા વાહનો પણ ખાડામાં ખબકયા હતા.

ધોલેરામાં ઉતાવળી, નિલકા, ભાદર, ઘેલો અને ભોગવો એમ પાંચ નદીઓ ના પાણી ઉપરવાસમાં થી આવતા 12 ગામોમાં પાણી ફરી વળ્યાં છે. જેમાં દરિયા કાંઠાનું ધોલેરાનું ખુણ ગામ બેટમાં ફેરવાયું હતું. જ્યારે ખેતરો માં પાણી ફરી વળતા ખેડૂતો ની ચિંતા વધી છે. જુવાર, ઘઉં જેવા પાકને મોટું નુકશાન જવાની ભીતિ સેવાઇ છે.

ધોલેરા હાઇવે પાણીમાં ગરકાવ થતા વાહનચાલકોએ પાણીમાંથી પસાર થઈને જવાની ફરજ પડી હતી. જ્યારે ટ્રક ટેમ્પો હાઇવે નજીક ના ખાડામાં ગરકાવ થયા હતા. ગામ લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા અને ગામ માં અવરજવરનો મુખ્યમાર્ગ પાણીમાં ગરકાવ થયો હતો.
First published: August 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...