ચૂંટણી એ લોકશાહીનું મહાપર્વ છે. દરેક મતદારે ઉત્સાહપૂર્વક આ મહાપર્વની ઉજવણી કરવી જોઇએ. 'મારા એક મતથી શું ફેર પડવાનો છે?' એવુ વિચારતા મતદારો અને 'તમારો એક મત મને નહિ મળે તો શું ફેર પડવાનો છે? તેવા લોકો માટે પ્રેરણારૂપ બનતો એક કિસ્સો ભાવનગરમાં બન્યો છે.
ઘરનો પ્રસંગ કરતા પણ આજે મતદાન કરવું ખુબ જરૂરી બની ગયું હોવાનું એક વરરાજા દ્વારા સાબિત કરી દેવામાં આવ્યું છે શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા જયસુખ મકવાણાના આજે લગ્ન હતા જયસુખ સંપૂર્ણ પરિવાર સાથે પોતાના બુથ પર મતદાના કરવા પોહચી ગયો હતો.જાનૈયાઓ અને વરરાજાએ મતદાના કરીને સમગ્ર ગુજરાતના યુવાનોને મેસેજ આપ્યો છે કે લગ્ન પછી પણ પહેલા મતદાન જરૂરી છે
ભાવનગરમાં બપોર સુધીમાં ૩૦ ટકા જેવું મતદાન ૧૨ કલાક સુધીમાં નોંધાયું છે ત્યારે દરેક નાગરિક બહાર નીકળે મતદાન કરે ટે જરૂરી બન્યું છે એક તરફ લગ્ન ગાળો હોઈ ત્યારે કુંભારવાડા જેવા પછાત વિસ્તારમાં રહેતા જયસુખ મકવાણા નામના યુવકના આજે લગ્ન હતા.જયસુખ સમગ્ર પરિવાર સાથે પ્રથમ લગ્નના પહેરવેશમાં પોતાના મતદાન મથક પર પોહચી ગયો હતો. જીતુભાઈ વાઘાણીએ પણ આ વરરાજાની મુલાકાત લીધી હતી.
વરરાજાનું કહેવું છે કે આજના સમયમાં દરેક નાગરિક જાગૃત બને અને ખાસ કરીને યુવાનો વધુ જાગૃત બને તેવા હેતુથી તેને લગ્ન પછી પહેલા મતદાન જરૂરી હોવાનું માન્યું છે જયસુખ વિજયભાઈ મકવાણા પોતના મિત્રો અને પરિવાર સાથે કુંભારવાડાના શેરી નામાબર ૬ માં પોતાના બુથ પર મતદાના કરવા પોહ્ચ્યો હતો, જયસુખ સહીત તેના પરિવાર દ્વારા મતદાન કરીને સમગ્ર ગુજરાતના યુવાનોને એક રાહ ચીંધી છે કે ગમે તેવી સ્થિતિ હોઈ પણ મતાધિકારનો ઉપયોગ કરવાનું ભૂલશો નહિ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર