સંતો મોરારિબાપુની માફી નહીં માંગે તો અમે ઉપવાસ પર ઉતરીશું : ડો.રામેશ્વરબાપુ

આજે ત્રિપાખ સાધુ સમાજ વતી ડો.રામેશ્વરબાપુ હરિયાણીએ કહ્યું છે કે જ્યાં સુધી વિવેકસ્વામી મોરારિબાપુની માફી નહીં માંગે ત્યાં સુધી સાધુ સમાજ લડત ચલાવતો રહેશે.

News18 Gujarati
Updated: September 11, 2019, 12:37 PM IST
સંતો મોરારિબાપુની માફી નહીં માંગે તો અમે ઉપવાસ પર ઉતરીશું : ડો.રામેશ્વરબાપુ
રામેશ્વર બાપુની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: September 11, 2019, 12:37 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : કથાકાર મોરારિ બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી નિલકંઠવર્ણી વિવાદ ચાલી રહ્યો હતો જે માટે ગઇકાલે બંધબારણે બેઠક કરવામાં આવી હતી. જેમાં સ્વામિનારાયણના સંતોએ મોરારિબાપુ વિશે હવે કોઇ અમારા સંત વિવાદીત નિવેદન નહીં આપે તેવી ખાતરી આપી હતી. તેમજ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ગિરનાર તળેટી જૂનાગઢ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. જેમાં કોઈપણ સ્વામિનારાયણના સંત સનાતન ધર્મ વિરૂદ્ધ નિવેદન આપશે નહીં અને આ અંગે સ્વામિ નારાયણ સંપ્રદાયે પણ ખાતરી આપી છે. આ બાદ આજે ત્રિપાખ સાધુ સમાજ વતી ડો.રામેશ્વરબાપુ હરિયાણીએ કહ્યું છે કે જ્યાં સુધી વિવેકસ્વામી મોરારિબાપુની માફી નહીં માંગે ત્યાં સુધી સાધુ સમાજ લડત ચલાવતો રહેશે.

ત્રિપાખ સાઘુ સમાજનાં ડો. રામેશ્વર બાપુ હરિયાણીએ આ અંગે જણાવ્યું કે, 'સૌપ્રથમ તો જગુબાપુ અને ઇન્દ્રબાપુ દ્વારા સનાતન ધર્મની વાત થઇ તે માટે હું વંદન કરૂં છું. આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સમુદાયનાં સંતો પણ આવ્યાં પરંતુ જે લોકો મોરારિબાપુ અંગે જેમતેમ બોલ્યા છે તેમને અને આમને કંઇલેવા દેવા નથી. હું મીડિયાનાં માધ્યમથી બધું જ જોઉં છું. જે લોકો જેમતેમ બોલ્યાં છે તે લોકો ક્યાં છે તેની કોઇને ખબર નથી. પહેલા તો તેમણે બહાર આવવું જોઇએ અને મોરારિબાપુ અંગે જે શબ્દો બોલ્યાં હતાં તે અંગે જાહેરમાં માફી માંગે. વિવેકસ્વામી તથા અન્ય સંતોએ મોરારિબાપુ માટે જે અપશબ્દો બોલ્યાં છે તેમણે બહાર આવવું જ પડશે અને બાપુની માફી માંગવી પડશે. જ્યાં સુધી આ લોકો બાપુ સામે આવીને માફી નહીં માંગે ત્યાં સુધી અમે સાધુ સમાજ લડત ચાલુ રાખીશું. જો માફી નહીં માંગે તો આગામી સમયમાં ભાવનગર ખાતે આખો સાધુ સમાજ મળીને આંદોલન તથા ઉપવાસ કરીશું.'

આ પણ વાંચો : સંતોની જાહેરાત : મોરારિબાપુ-નીલકંઠવર્ણી વિવાદનું સુખદ સમાધાન

શું છે આખો મામલો?

કથાકાર મોરારિબાપુએ પોતાના એક કાર્યક્રમમા નિલકંઠ એટલે મહાદેવ જ થાય છે, બીજા દેવ નિલંકઠ ન હોય શકે તેમ કહેતા વિવાદ સર્જાયો હતો. આ ટિપ્પણીને સ્વામિનારાયણ સંપ્રદાયે તેને પોતાનું અપમાન ગણાવીને માફી માંગવાની વાત કહી હતી. મોરારિ બાપુએ 2-2 વખત માંફી માગી છતાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સ્પષ્ટપણે માફી માગવાની જીદ પકડી હતી. પરિણામે મોરારીબાપુનાં સમર્થનમાં અન્ય સાધુઓ આવતા વિવાદ વધુ વકર્યો હતો.

First published: September 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...