Home /News /kutchh-saurastra /

‘તળાજામાં ખેડૂતો પર દમન આચરી રૂપાણીએ અંગ્રેજ જુલમનાં ઝખમ તાજા કર્યા’

‘તળાજામાં ખેડૂતો પર દમન આચરી રૂપાણીએ અંગ્રેજ જુલમનાં ઝખમ તાજા કર્યા’

ખેડૂતોના અહિંસક વિરોધ સામે કોંગ્રેસે રુપાણી સરકાર પર કર્યા પ્રહાર

ખેડૂતોના અહિંસક વિરોધ સામે કોંગ્રેસે રુપાણી સરકાર પર કર્યા પ્રહાર

    ભાવનગર જિલ્લાનાં મહુવા અને તળાજા તાલુકાનાં ગામડાઓમાં અલ્ટ્રાટ્રેક્ટ સિમેન્ટ કંપનીનાં માઇનીંગ સામે અહિંસક રીતે વિરોધ કરી રહેલા ખેડૂતો પર રૂપાણી સરકારે પોલીસ દ્વારા દમન આચરી અંગ્રેજ શાસનની યાદ અપાવી છે તેમ કોંગ્રેસે એક યાદીમાં જણાવ્યું હતુ.

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિતિએ જણાવ્યું કે, આજે રાજ્યની રૂપાણી સરકાર ખંડણીખોર, બુટલેગર અને ખેડુત સાથે સરખો વહેવાર કરી રહી છે, તમામ ક્ષેત્રે નિષ્ફળ જતી આ રાજ્ય સરકાર 2019ની ચુંટણીની જરુરીયાતની રાજનીતિ તરફ ઉતરી પડી છે, ભાવનગરના મહુવા તાલુકાના ગામોની ખેડુતોની જમીન જુટવવા માટે માત્ર ઉદ્યોગપતિઓના ખોળે બેઠેલી સરકારએ ઉદ્યોગપતિઓની જરુરીયાતને પરિણામ સુધી લઈ જવા ખેડુત ભાઇ-બહેનો ઉપર બેરહમીથી લાઠીચાર્જ અને ટીયરગેસનાં ગોળા છોડ્યા અને નિર્દયતાપુર્વક 100 થી ખેડુત ભાઇ-બહેનોને ઘાયલ કર્યા, અને સૌ ખેડુતો અનુભવ્યુ કે આ સરકારમાં અંગ્રેજ સરકારનું ભુત દાખલ થઈ ગયુ છે, ઉપરાંત ૧૫૦થી વધુને પોલીસ ઉઠાવી જેલમાં પુર્યા એટલુ જ નહી તેમની ઉપર રાયોટીંગનો ગુનો નોંધવાની વિચારણા આ રૂપાણી સરકાર રહી છે.”


    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનહરપટેલ જણાવે છે કે, ખેડુતોની ઇજ્જત, આબરુ, આજીવિકા તથા સ્વમાન અને સન્માન સાથે ખેતીની જમીનના માલીક હક્ક જે તે વખતની કોંગ્રેસની સરકારે આપી હતી, અને ભાજપાને આ ખેતીની જમીનના માલીકો હવે ઉદ્યોગપતિઓ બને તેવા મલીન ઇરાદાની ચાલ આ ભાજપાની રુપાણી સરકારની ચાલી રહી છે, અને તમે જુઓ જ્યારથી ભાજપા સરકાર કેન્દ્રમા આવી ત્યારથી તેનો ડોળૉ ખેતીની જમીન ખેડુતો પાસેથી એનકેન પ્રકારે પડાવી લેવી તે દિશામા કામ કરી રહી છે, ૨૨ વર્ષમા ભાજપા સરકારે ઇરાદાપુર્વક જ ખેડુતોને માગે ત્યારે વિજળી ન આપી, જરુરીયાત મુજબ પાણી ન આપવુ, અતિવૃષ્ટિ કે અનાવષ્ટિમા પાક વિમો ન આપવો, અને પાકનો પોષણક્ષમ ભાવ ન આપવો આ ચાર વસ્તુ ન આપવાનુ કારણ જ દેખાડે છે કે આ સરકારોને ખેતીને જીવંત રાખવામા કેટલો રસ છે”
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Bhavanagar, Mahuva, Mining, કોંગ્રેસ, ખેડૂતો, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन