ભાવનગરઃ નાગધણીબા પાસે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ યુવકો ડૂબ્યા, એકનું મોત

ભાવનગરઃ નાગધણીબા પાસે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ યુવકો ડૂબ્યા, એકનું મોત
તળાવમાં શોધખોળ કરતા સ્થાનિક તરવૈયાની તસવીર

ભાવનગરના નાગધણીબા ખાતે આજે ન્હાવા પડેલા ત્રણ યુવાન પૈકી એકનું મોત નીપજ્યું છે. જ્યારે બેને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધા હતા

 • Share this:
  ચિરાગ ત્રિવેદીઃ ભાવનગરમાં ચોમાસામાં કુદરત સોળા કળાએ ખીલ્યું છે. ત્યારે નદી નાળા અને તળાવોમાં પાણી ભરાયા છે. ભાવનગરના નાગધણીબા ખાતે આજે ન્હાવા પડેલા ત્રણ યુવાન પૈકી એકનું મોત નીપજ્યું છે. જ્યારે બેને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધા હતા

  ભાવનગર જિલ્લાના મામસા નજીક આવેલા નાગધણીબા ખાતે આવેલા મંદિર પાસે તળાવ આવેલું છે. આ તળાવમાં અનેક યુવાનો ચોમાસામાં ન્હાવા માટે ત્યાં આવેલા તળાવ પર જતાં હોઈ છે.  આ તળાવમાં આજે ઉખરલા ગામના ત્રણ યુવાનો ન્હાવા માટે ગયા હતા. તળાવમાં ત્રણેય યુવાનો ડૂબતા સ્થાનિક તરવૈયાઓને જાણ કરવામાં આવી હતી.

  જેમાંથી બે યુવકોને બચવામાં સફળતા મળી હતી તો એકનું મોત નીપજ્યું જોવાનું સ્થાનિક ઉપસરપંચએ જણાવ્યું હતું.
  First published:August 01, 2019, 18:09 pm

  टॉप स्टोरीज