મારા તરફથી વિવાદ પૂર્ણ, હું માફી માંગનાર અને આપનાર વ્યક્તિ છું : મોરારિબાપુ

મારા તરફથી વિવાદ પૂર્ણ, હું માફી માંગનાર અને આપનાર વ્યક્તિ છું : મોરારિબાપુ
મોરારિબાપુ

દેવભૂમિ દ્વારકા ખાતે પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક તરફથી કરવામાં આવેલા હુમલાના પ્રયાસ મામલે બાપુનું નિવેદન.

 • Share this:
  ભાવનગર : દ્વારકા મંદિર (Dwarka Temple) ખાતે દેવભૂમિ-દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક (Ex-Dwarka MLA Pabubha Manek) તરફથી કરવામાં આવેલા હુમલાના પ્રયાસ અંગે મોરારિબાપુ (Morari Bapu) એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, મારા તરફથી આ વિવાદ પૂર્ણ થયો છે. હું માફી માંગનાર અને આપનાર વ્યક્તિ છું. બીજી તરફ મોરારિ બાપુ પર દેવભૂમિ દ્વારકામાં થયેલા હુમલાનો પ્રયાસના સાધુ-સંત સમાજવે વખોડી કાઢ્યો છે. આ ઉપરાંત મહુવાનું તલગાજરડા ગામ આ ઘટનાના વિરોધમાં સ્વયંભૂ બંધ રહ્યું છે.

  મેં બે વખત માફી માંગી છે : મોરારિબાપુ  આ મામલે મીડિયા સાથે વાતચીત કરતા મોરારિબાપુએ જણાવ્યું કે, "હું બે વખત માફી માંગી ચૂક્યો છું. મને કહેવામાં આવ્યું કે બાપુ તમે દ્વારકા આવી જાવ, એટલું હું દ્વારકા ગયો હતો, દ્વારકા મારા ઇષ્ટદેવ છે. મારા તરફથી વાત પૂરી થાય છે. હું લોકોને અપીલ કરું છું કે ક્યારેય ઉશ્કેરાવું નહીં. હું માફી માંગનાર અને આપમાર વ્યક્તિ છું. મારા કોઈ અનુયાયી નથી."

  આ પણ વાંચો :  મોરારિબાપુ પર પૂર્વ MLA પબુભા માણેકનો હુમલાનો પ્રયાસ, CM Rupani એ કૃત્યને વખોડ્યું

  તલગાજરડા ગામે બંધ પાડ્યો

  મોરારિબાપુ પર હુમલાના પ્રયાસના ઠેર ઠેર પડ્યા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે મહુવાના તલગાજરડા ગામના લોકોએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો છે. બાપુ પર હુમલાના પ્રયાસથી ગામના લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. આ સાથે જ ગામ લોકોએ પબુભા માણેક સામે પગલાં લેવાની માંગ કરી છે. ગામના લોકોએ તમામ પ્રકારના ધંધા-રોજગાર બંધ રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે રીતે રેલી કાઢીને પબુભા માણેક સામે પગલાં લેવા માટે આવેદનપત્ર આપ્યું હતું.  નીતિન પટેલે ઘટનાને વખોડી

  રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મામલે પ્રતિક્રિયા આપતા મોરારિબાપુ પર હુમલાના પ્રયાસની ઘટનાને વખોડી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે, "દરેક લોકોનાં વિચારો જુદાં જુદાં હોઈ શકે પરંતુ સભ્ય સમાજમાં આ પ્રકારની ઘટના ક્યારેય સ્વીકાર્ય ન હોઈ શકે."

  ભગવત ગુરુ આશ્રમના બાપુએ આવેદનપત્ર માટે આહવાન કર્યું

  જૂનાગઢ ભગવત ગુરુ આશ્રમ સૂર્ય મંદિરના મહંત મહામંડલેશ્વર જગજીવન દાસ બાપુએ દ્વારકામાં ભગવાનને દર્શન કરવા પધારેલા મોરારિબાપુ પર હુમલાના પ્રયાને વખોડી કાઢ્યો હતો. આ સાથે તેમણે રાજ્યના વૈષ્ણવ સમાજને દરેક જિલ્લા, તાલુકા મથકે આવેદન આપવા આહવાન કર્યું છે.

  સાયલામાં મોરારિબાપુના સમર્થનમાં બેઠક

  દેવભૂમિ દ્વારકા ખાતે મોરારિ બાપુ પર હુમલાના પ્રયાસનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરના સાયલામાં મોરારિબાપુના સમર્થનમાં બેઠક મળી હતી. કનિબાપુ સહિતના સાધુ સંતોની બેઠક મળી હતી જેમાં ત્રણ મુદ્દે ચર્ચા થઈ હતી. 1) પબુભા માણેક બાપુની માફી માંગ 2) માફી ન માંગે તો તેમને ધરપકડ કરવામાં આવે 3) સાધુ-સંતો પર હુમલા અંગે રાજ્યમાં કાયદો ઘટવામાં આવે.

  આ પણ વાંચો : રાજ્યસભાની ચૂંટણીમાં BTP કિંગમેકર : છોટુભાઈ વસાવાને મનાવવા ભાજપ-કૉંગ્રેસના મરણિયા પ્રયાસ
  Published by:News18 Gujarati
  First published:June 19, 2020, 14:13 pm

  ટૉપ ન્યૂઝ