તળાજામાં થોડા દિવસ પહેલા એક કિશોરી પર તેના જ શિક્ષકે ફોસલાવીને બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર બાદ આરોપી શિક્ષક ફરાર થઈ ગયો હતો. ગુરુવારે પોલીસે આરોપી શિક્ષકને ઝડપી લીધી છે. બીજી તરફ લોકોમાં આ વાત
ફેલાઈ જતાં શુક્રવારે સવારથી જ તળાજા ગામના લોકો પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા.
પોલીસ મથકે લોકો ઉમટી પડ્યા
આરોપીને ઝડપી લીધાના સમાચાર શહેરમાં વાયુવેગે પ્રસરી જતાં અમુક સમાજના લોકો પોલીસ સ્ટેશન ખાતે એકઠા થઈ ગયા હતા અને બળાત્કારી શિક્ષકની સરભરા કરવાની માંગ કરી હતી. જોકે, પોલીસ આવું ન કરી શકાય તેવું કહેતા લોકોનાં ટોળા પ્રતિક વિરોધ કરતા પોલીસ મથક સામે જ બેસી ગયા હતા.
અંતે લોક માગણી સમક્ષ પોલીસે નમતું જોખીને શિક્ષકને શહેરના રસ્તાઓ પર ફેરવ્યો હતો અને ઉઠક બેઠક કરાવી હતી. આ દરમિયાન લોકોએ 'શિક્ષક હાય હાય' અને 'બળાત્કાર હાય હાય'ના નારા લગાવ્યા બાદ. પોલીસે આરોપીનું સરઘસ કાઢીને શહેરના રસ્તા પર ફેરવ્યો હતો. સરઘસ દરમિયાન પોલીસે આરોપીને જાહેરમાં 'મેથીપાક' પણ ચખાડ્યો હતો.
નોંધનીય છે કે 10મી તારીખે ભાવનગર શહેરની કિશોરી પર તેના જ શિક્ષકે બળાત્કાર ગુજાર્યાનો બનાવ સામે આવ્યો હતો. બળાત્કારના આરોપી એવા શિક્ષકની ગુરુવારે ધરપકડ કરી લેવામાં આવી હતી.
ઇનપુટઃ અનિલ માઢક, ભાવનગર
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર