ખારી ગામના તળાવમાં પુત્રને બચાવવા જતા માતા અને પુત્રી પણ ડૂબ્યા, ત્રણેયના મોત

પુત્ર તળાવના કિનારે રમતો હતો અને અકસ્માતે તળાવમાં પડતા પાછળ માતા અને પુત્રી પણ પાછળ બચાવવા કુદ્યા હતા

News18 Gujarati
Updated: October 23, 2019, 11:05 PM IST
ખારી ગામના તળાવમાં પુત્રને બચાવવા જતા માતા અને પુત્રી પણ ડૂબ્યા, ત્રણેયના મોત
પુત્ર તળાવના કિનારે રમતો હતો અને અકસ્માતે તળાવમાં પડતા પાછળ માતા અને પુત્રી પણ પાછળ બચાવવા કુદ્યા હતા
News18 Gujarati
Updated: October 23, 2019, 11:05 PM IST
નીતિન ગોહીલ, ભાવનગર : ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ખારી ગામના તળાવમાં માતા, પુત્ર અને પુત્રી ડૂબતા ત્રણના કરૂણ મોત નીપજ્યા હતા. આ ઘટનાના કારણે નાનકડા એવા આ ગામમાં ભારે અરેરાટી અને ઘેરાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. પુત્ર તળાવના કિનારે રમતો હતો અને અકસ્માતે તળાવમાં પડતા પાછળ માતા અને પુત્રી પણ પાછળ બચાવવા કુદ્યા હતા. જેમાં ત્રણેયના મોત નીપજ્યા હતા.

મળેલી જાણકારી પ્રમાણે કર્નાડ ખારી ગામ વચ્ચે આવેલા એક તળાવ પાસે રહેતા કોળી નરેશભાઈ રાઠોડના પત્ની નયનાબેન (27) આજે તળાવ પાસે કામ કરતા હતા. આ સમયે તેમનો 8 મહિનાનો બાળક રમતા રમતા તળાવમાં પડી જતા તેને બચાવવા માતા નયનાબેન અને પાછળ માતાના પગલે દીકરી માયા (ઉંમર 4)પણ ભાઈને બચાવવા તળાવમાં કૂદી પડતા તમામ ડૂબવા લાગ્યા હતા અને બચાવો બચાવોની બુમો પાડતા આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ત્રણેયને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. જોકે ત્રણેયની તપાસ કરતા મૃત જણાયા હતા.

આ પણ વાંચો - ગુજરાત પ્રદેશ કૉંગ્રેસનું માળખું વિખેરાયું, અધ્યક્ષ સિવાયના તમામ હોદ્દા વિખેરાયા

એકસાથે એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી ગામમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. બનાવની જાણ થતા મામલતદાર, પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
First published: October 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...