ટૂંકી હાઈટ - ઊંચી ફાઈટ! સુપ્રિમના આદેશથી આ 3 ફૂટનો યુવાન હવે બની શકશે તબીબ

News18 Gujarati
Updated: October 25, 2018, 4:34 PM IST
ટૂંકી હાઈટ - ઊંચી ફાઈટ! સુપ્રિમના આદેશથી આ 3 ફૂટનો યુવાન હવે બની શકશે તબીબ
૧૭ વર્ષીય યુવાને ૧૨ સાયન્સમાં પાસ થઇ મેડીકલમાં ફોર્મ ભર્યું પણ તેને બે બે વખત એમસીઆઈ દ્વારા રીજેક્ટ કરવામાં આવ્યો

૧૭ વર્ષીય યુવાને ૧૨ સાયન્સમાં પાસ થઇ મેડીકલમાં ફોર્મ ભર્યું પણ તેને બે બે વખત એમસીઆઈ દ્વારા રીજેક્ટ કરવામાં આવ્યો

  • Share this:
નથીંગ ઇસ ઈમ્પોસીબલ ઇન વર્લ્ડ વાક્યને સાર્થક ભાવનગરના તળાજાના ગોરખી ગામના ૩ ફૂટના યુવાને સાબિત કરી બતાવ્યું છે કહેવાય છે દેશમાં લોકશાહી છે પણ છતાં લોકોના અધિકારોનું હનન થતું હોય છે તેનો ભોગ આ ૩ ફૂટનો યુવાન બન્યો છે. ગોરખી ગામના ૧૭ વર્ષીય યુવાને ૧૨ સાયન્સમાં પાસ થઇ મેડીકલમાં ફોર્મ ભર્યું પણ તેને બે બે વખત એમસીઆઈ દ્વારા રીજેક્ટ કરવામાં આવ્યો. નીટની પરીક્ષામાં બાજી મારનાર યુવાને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા પણ નિરાશા મળી અંતે દેશની સુપ્રીમ કોર્ટમાં ઘા કરતા સુપ્રીમ કોર્ટે આવતા વર્ષે ૩ ફૂટના યુવાનને મેડીકલમાં પ્રવેશ આપવાનો આદેશ કરી દીધો છે

તળાજાના ગોરખી ગામે શેત્રુંજી નદીના કાંઠે રહેતા અને ખેતમજુરી કરતા વિઠ્ઠલભાઈ બારૈયાણી દીકરો ગણેશ ૧૭ વર્ષનો છે, પણ શારીરિક ઉણપને પગલે તેની ઉંચાઈ માત્ર ૩ ફૂટ છે. તળાજાની નીલકંઠ શાળા ખાતે તેણે ધોરણ ૧૨ સાયન્સ પૂર્ણ કરી ૭૮ ટકા મેળવેલા છે ગણેશની ઊંચાઈ ૩ ફૂટ અને વજન ૧૫ કિલો છે. ગણેશને ડોક્ટર બનવાની ઈચ્છા હોવાથી તેને એમબીબીએસમમાં ફોર્મ ભરવું હતું પણ કાયદાકીય રીતે તેને એમસિઆઇના નોમ્સ મુજબ પરીક્ષા પાસ કરવાની હોય છે, જેમાં તેને શારીરિક ઉંચાઈના તકલીફના કારણે રીજેક્ટ કરવામાં આવ્યો અને એક નહી બે વખત. પણ કહેવાય છે તેમ મન હોઈ તો માળવે જવાય તેમ ગણેશને માર્ગદર્શન આપનારા શિક્ષણધિકારી અને કલેકટરના આદેશ મુજબ તેને હાઈકોર્ટમાં ઘા જીક્યો કમનસીબે હાઈકોર્ટે પણ તેનો અવાજ સાંભળ્યો નહી અને અંતે સુપ્રીમ કોર્ટમાં ગણેશે પોતાની વાત મૂકી અને દેશની સર્વોચ્ચ અદાલતે ગણેશના તરફેણમાં ચુકાદો આપી આવતા વર્ષે તેને મેડીકલમાં પ્રવેશ આપવામાં આવે અને નીટની પરીક્ષા પણ આપવાની જરૂર રહેશે નહી કારણ કે નીટની પરીક્ષા પણ ગણેશ પાસ કરી ચુક્યો છે, જેમાં ૨૨૩ માર્ક તે મેળવી ચુક્યો છે.

વિદ્યાર્થી ગણેશ વિઠ્ઠલભાઈ બારૈયાએ જણાવ્યું કે, મેં તાળાજની નીલકંઠ વિદ્યાપીઠમાં ૧૨ સાયન્સ કર્યું છે, હું એમબીબીએસ કરવા એમસીઆઈની પરીક્ષા આપવા ગયો હતો, પણ મને રીજેક્ટ કર્યો બીજી વખત ટ્રાય કરી રીજેક્ટ કર્યો પછી શાળાના સંચાલક, કલેકટર અને શિક્ષણધિકારીની મદદથી મારા હક્ક માટે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી ત્યાં નિરાશા મળી અને છેલ્લે હિંમત હાર્યા વગર સુપ્રીમાં ગયા ત્યાંથી અમારા પક્ષમાં ચુકાદો આવ્યો છે કે તમને આવતા વર્ષે પ્રવેશ મળશે.

તળાજાનાં શેત્રુંજી કાંઠાનાં ગોરખી ગામનાં શ્રમજીવી પરિવારનો ગણેશ પાંચ વર્ષનાં બાળક જેવો દેખાય છે. પરંતુ તેની બુધ્ધી શકિત સતેજ હોવાથી નાનપણથી જ ભણવામાં ખુબજ હોંશીયાર હતો. આજે તે લીમકા બુમ્કા બુકમાં સ્થાન મેળવ્યું છે. પ્રાથમીક અને માધ્યમિક શિક્ષણ ગ્રામ્ય વિસ્તારમાં મેળવી દેવલી ગામની શાળામાંથી ધો.10માં ઉચ્ચગુણ 76.33% (94.74 પર્સેન્ટાઇલ) મેળવતા ખેત મજુરી કરતા તેનાં માતા-પિતાને આશ્વર્ય સાથે ખુશીની લાગણી થઇ હતી. પિતા વિઠ્ઠલભાઇ બચુભાઇ બારૈયાએ પુત્ર ગણેશની ઇચ્છા અનુસાર તળાજાની નિલકંઠ વિદ્યાપીઠમાં ઉચ્ચતર વિજ્ઞાન પ્રવાહમાં દાખલ કરવા લઇ ગયા ત્યારે શાળા સંચાલકો ડો.દલપત કાતરીયા અને રૈવંતસિંહ સરવૈયાએ વામન કદનાં ગણેશની તિવૃ બુધ્ધી શકિતને પારખીને તેને શાળામાં નિવાસી વિદ્યાર્થી તરીકે પ્રવેશ આપ્યો હતો. તેને શૈક્ષણીક વિકાસ માટે તમામ સુવિધા અને માર્ગદર્શન મળી રહેતા ધો.11 સાયન્સમાં 82% ગુણાંક મેળવી શ્રેષ્ઠ પ્રતિસાદ આપ્યો હતો. હાલ તે પૂરી સજજતા સાથે 12 સાયન્સની પરિક્ષા ઉચ્ચ ગુણાંક સાથે પાસ કરી નિષ્ણાંત ડોકટર બનવાનો દ્રઢ સંકલ્પ વ્યકત કર્યો હતો. ગણેશ હાલમાં એસવાયબીએસી કરી રહ્યો છે, નિલકંઠ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન શાળાનાં ટ્રષ્ટીઓએ ગણેશના વામન કદ છતા વિરાટ જ્ઞાનશકિત અને હાજર જવાબી પણાના વિશિષ્ટ વ્યકિતત્વનાં તમામ ડેટા તૈયાર કરી ગુજરાત બુક ઓફ રેકોર્ડ સંસ્થામાં મોકલતા તેનો સ્વિકાર કરવામાં આવ્યો છે.

ભાવનગર કલેકટર હર્ષદ પટેલે જણાવ્યું કે, આપણા તળાજાના ગોરખી ગામનો ગણેશ કદમાં નાનો છે, પણ એમબીબીએસ કરવાની આશા રાખે છે જેમાં તેને નિષ્ફળતા મળતા તેના અધિકાર અપાવવા માટે અમે માર્ગદર્શન આપ્યું હતું. જેને પગલે તેમને સફળતા મળી છે. નામદાર સુપ્રીમ કોર્ટે ગઈ કાલે જ ચુકાદો આપ્યો છે અને તેને પ્રવેશ આવતા વર્ષે આપવા આદેશ કર્યો છે.

નથીંગ ઇસ ઈમ્પોસીબલ ઇન વર્લ્ડ વાક્યને ગણેશએ સાર્થક કરી બતાવ્યું છે અને એમસીઆઈ જેવી સંસ્થાને પણ ટકોર કરી છે કે, ભારત એક લોકશાહી દેશ છે અને તેમાં રહેનાર દરેક ભારતીયોનો સમાન હક્ક છે જેને કોઈ પણ છીનવી શકતું નથી ત્યારે ગણેશ એક ડોક્ટર બનીને હવે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે કે નથીંગ ઇસ ઈમ્પોસીબલ ઇન વર્લ્ડ.
First published: October 25, 2018, 4:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading