ભાવનગર: સ્કોલરશીપના પૈસા પણ વાલી પાસેથી પડાવવાનું સંચાલક અને શિક્ષણાથિકારીનું ષડયંત્ર?

News18 Gujarati
Updated: May 8, 2018, 6:55 PM IST
ભાવનગર: સ્કોલરશીપના પૈસા પણ વાલી પાસેથી પડાવવાનું સંચાલક અને શિક્ષણાથિકારીનું ષડયંત્ર?

  • Share this:
ભાવનગરની ખાનગી શાળાઓમાં આરટીઆઈ કાયદા હેઠળ ગરીબ બાળકોને ફ્રી પ્રવેશ આપવાનો હોઈ છે ત્યારે દર વર્ષે કોઈને કોઈ શાળામાં ગરીબ બાળકો પાસે વધારે ફીની માંગણીના કિસ્સા સામે આવ્યા છે ચાલુ વર્ષમાં શહેરની સરદાર નગર ગુરુકુળ શાળાના ગરીબ બાળકોને પરીક્ષા આપવા ના દેવી પરિણામો ના આપવા જેવા બનાવો બનતા શાળા સામે વાલીઓએ રોષ પ્રગટ કરીને આક્ષેપો કર્યા છે. ગરીબ બાળકોના સરકાર દ્વારા અપાતા ફીના નાણા બાદ સ્કોલરશીપની ઉપરની વાલીને મળતી રકમ હડપ કરવા શાળા સંચાલક અને શિક્ષણધિકારીનું કાવતરું હોવાનો આક્ષેપ કરીને શાળાનું ઓડીટ તપાસની માંગ વાલીઓએ કરી છે.

ભાવનગર શહેરમાં આરટીઆઈ કાયદા હેઠળ દરેક શાળામાં ગરીબ બાળકોને પ્રવેશ આપવાનો સરકારનો કાયદો છે. જેને પગલે પ્રવેશોમાં ખાનગી શાળાઓની મનમાની સામે આવેલી છે અને પરિણામ સમયે પણ વાલીઓ પાસે ફી વધારાની આપવાની માંગો અગાવ થઇ હોવાના બનાવ છે ત્યારે હાલમાં તાજેતરમાં શહેરની સરદારનગર ગુરુકુળ શાળા દ્વારા પહેલા ધોરણનું પરિણામ આપવામાં આવ્યું નહિ અને વાલીઓ પાસે સરકારે આપેલા ૧૦ હજાર બાદ ઉપર વધારાના ૪ થી ૫ હજાર વધારાની ફી ભરવા દબાણ કરવામાં આવ્યું. જેથી શાળામાં ડખો થયો અને અંતે શાળાએ જુકીને પરિણામો આપ્યા હતા, ત્યારે શાળાની મનમાની સામે આજે વાલીઓએ એકત્રિત બનીને શિક્ષણધિકારી પાસે રજૂઆત કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જો કે વાલીઓએ શાળા સામે ગંભીર આક્ષેપો ઓડીટને પગલે કર્યા છે અને શિક્ષણધિકારીની મિલીભગત હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

ભાવનગર આરટીઆઈ એક્ટીવીસ્ટ વલ્લભભાઈ કંટારીયાએ કહ્યું કે, શિક્ષણધિકારીને અમે આશરે ૫૦ જેટલી અરજીઓ આપેલી છે, છતાં આજદિન સુધી કોઈ કાયદાકીય પગલા ભરવામાં આવ્યા નથી શાળાના આચાર્ય અમને એમ કહે છે કે સરકારે ૧૦ હજાર આપ્યા છે તમે ૪ હજાર આપો અમે તમને ૧૪ હજારની પાકી પહોંચ આપશું તો સવાલ એ ઉભો થાય છે કે સરકારે આપેલા ૧૦ અને વાલી પાસેથી ૪ લઈને કઈ રીતે પહોંચ આપી શકાય ઓડીટમાં ગોટાળા હોવાનું સ્પષ્ટ થાય છે શિક્ષણધિકારી અને શાળાની મિલીભગતથી ચાલી રહ્યું હોઈ તેમાં તપાસ થવી જોઈએ.

ભાવનગર સરદારનગર ગુરુકુળ શાળા પહેલા ગત વર્ષમાં પણ અનેક શાળામાં જાગૃત વાલીઓએ શાળાઓની મનમાની પગલે ફરિયાદો કરેલી છે અને શિક્ષણ તંત્ર દ્વારા અધ્ધર જવાબો આપવામાં આવ્યા છે. જો કે સરદારનગર ગુરુકુળ શાળાએ તો સરકારે આપેલા ૧૦ હજાર અને વાલીઓ ઉપરના ૪ હજાર ભારે તો ૧૪ હજારની પોહ્ચ આપવાની વાત કરી હોવાનો આક્ષેપ વાલીઓએ કરીને શાળાને ઓડીટ પગલે શંકાના દાયરામાં લઇ લીધી છે. વાલીઓએ ઉપરના મળતા સ્કોલરશીપના વાલીઓના ત્રણ હજાર પર શિક્ષણધિકારી અને શાળાની નજર હોઈ જેને પગલે ઉપરના ચાર હજારની માંગણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે. જો કે શિક્ષણધિકારી શાળાનો બચાવ કરતા નજરે પડે છે શાળાની દાદાગીરીને પગલે વાલીઓને સલાહ આપે છે કે શિક્ષણધિકારી કચેરીએ એક પણ રૂપિયો નહી આપવા જણાવ્યું છે. એટલું નહિ શિક્ષણધિકારી જાણે શાળા માટે કામ કરતા હોઈ તેમ શાળા સંચાલકે જણાવ્યું છે કે, માનવ ભૂલ હશે તે સુધારી લેવામાં આવશે ત્યારે સવાલ એ ઉભો થાય કે પરિણામ રોકી દેવા સુધીની શું ભૂલ હોઈ શકે.

ભાવનગર શિક્ષણાધિકારી એ બી પ્રજાપતિએ કહ્યું કે, વાલીઓ ગમે તે બોલી શકે છે ૧૦૭ શાળામાં પ્રવેશ મળ્યા છે ત્યાં કોઈ ફરિયાદ નથી. વાલીઓએ રજુઆત કરી છે એના પ્રશ્નોને પગલે મે સંચાલક સાથે વાત કરી છે છતાં કોઈ દબાણ કરે તો વાલીઓને મેં કહ્યું છે તમે રોકડા તો આપતા જ નહિ ચેક આપજો અને સહી લઈને આવજો પુરાવા મળશે તો અમે પગલા ભરશું શાળા બંધ કરવા સુધીની જોગવાઈ છે. મારી સંચાલક સાથે વાત થઇ છે આવી કોઈ ભૂલ હશે તો હું સુચના આપી દઉ છું હવે આવી ભૂલ થશે નહિ.

ભાવનગરની ખાનગી શાળાઓમાં ડોનેશનો અને ફી પાછલા બારણે લેવામાં આવે છે તે સૌ કોઈ જાણે છે ત્યારે હવે ગરીબ વાલીઓને મળતી ફી સરકાર પાસેથી લીધા બાદ સ્કોલરશીપના પણ પૈસા પડવાનો નવો કીમિયો શાળાઓ શોધી રહી છે અને પગલા ભરનાર તંત્ર પુરાવા લાવો તો પગલા ભરીયે તેવા જવાબ આપી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે, આ સરકારી બાબુઓને સરકાર આખરે શેનો પગાર આપે છે જો તેની કામગીરી પ્રજાએ જ કરવાની હોઈ તો...સ્ટોરી - ચિરાગ ત્રિવેદી
First published: May 8, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading