Home /News /kutchh-saurastra /

માઇનીંગ વિરોધી ધરણાનો આજે નવમો દિવસ: જાન દેંગે-જમીન નહીં પર ખેડૂતો મક્કમ

માઇનીંગ વિરોધી ધરણાનો આજે નવમો દિવસ: જાન દેંગે-જમીન નહીં પર ખેડૂતો મક્કમ

ખેડૂતોનું એક જ સુત્ર છે કે, જાન દેંગે પર જમીન નહીં. છેલ્લા આઠ દિવસથી ખેડૂતો ઉંચા કોટડા ગામે ધરણા પર બેઠા છે.

ખેડૂતોનું એક જ સુત્ર છે કે, જાન દેંગે પર જમીન નહીં. છેલ્લા આઠ દિવસથી ખેડૂતો ઉંચા કોટડા ગામે ધરણા પર બેઠા છે.

    અમદાવાદ: ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકાનાં કાંઠા વિસ્તારનાં ગામ લોકો અલ્ટ્રાટેક કંપની દ્વારા કરવામાં આવતા માઇનીંગનો વિરોધ કરી રહ્યા છે અને ઉંચા કોટડા ગામે છેલ્લા નવ દિવસથી ધરણા પર બેઠા છે. તળાજા તાલુકાનાં કાંઠાનાં ગામોમાં આવેલા ખેડૂતો કહે છે કે, સરકાર તેમની માગણી નહીં સંતોષે ત્યાં સુંધી તેઓ અહિંસક આંદોલન કરતા રહેશે.

    ખેડૂતોનું એક જ સુત્ર છે કે, જાન દેંગે પર જમીન નહીં. છેલ્લા આઠ દિવસથી ખેડૂતો ઉંચા કોટડા ગામે  ધરણા પર બેઠા છે.

    મહુવાનાં પૂર્વ ધારાસભ્ય ડો. કનુભાઇ કળસરિયા આ આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે અને સ્થાનિક ખેડૂતો આ આંદોલનમાં જોડાઇ રહ્યા છે.

    થોડા દિવસો પહેલા અલ્ટ્ર્ટેક કંપની દ્વારા માઇનીંગ શરૂ કરવામાં આવ્યુ ત્યારે સ્થાનિક લોકોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે સ્થાનિક લોકો પર લાઠીચાર્જ પણ કર્યો હતો અને આ મામલે સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા હતા.

    હાલ માઇનીંગનો વિરોધ કરતા ખેડૂતો, ઉંચા કોટડામાં ચામુંડાનાં મંદિર પરિસરમાં બેસી માઇનિંગનો વિરોધ કરી રહ્યા છે. સરકાર દ્વારા આ પ્રદર્શનકારીઓની કોઈ નોંધ લેવાઈ નથી. કાંઠાળ વિસ્તાર બહુમત કોળી સમાજનો વિસ્તાર છે અને ધરણાં પર બેસેલા પણ મોટા ભાગે કોળી સમાજના જ વ્યક્તિઓએ તળાજા કોળી સમાજના આગેવાન મનગાભાઈ ગોહિલ, કરશનભાઇ ગુજરીયા, અરવિંદભાઈ ચુડાસમા ,તળાજા ન.પા. વિપક્ષ નેતા મુસ્તાક મેમન સહિતનાએ મુલાકાત લીધી હતી.

    સરકારે આ વિસ્તારમાં 144૪ની કલમ લાગુ કરી દીધી છે. આંદોલનનાં યુવા નેતા ભરત ભીલે જણાવ્યું કે, અમારું આંદોલન અહિંસક છે અને જ્યાં સુધી માઇનીંગ રદ નહીં થાય ત્યાં સુધી અમે લડતા રહીશું.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Protest, Talaja, ભાવનગર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन