Home /News /kutchh-saurastra /

રો-રો ફેરી સર્વિસની તૈયારી, ભૌતિક સુવિધાથી સજ્જ 110 કરોડના ખર્ચે શિપ ખરીદાયું

રો-રો ફેરી સર્વિસની તૈયારી, ભૌતિક સુવિધાથી સજ્જ 110 કરોડના ખર્ચે શિપ ખરીદાયું

FILE PHOTO

    રાજ્ય સરકાર દ્વારા ધોધા દહેજ રોરો ફેરી સર્વિસને લઈ તૈયારીઓ શરૂ કરી છે. જેના માટે 110 કરોડ કરતા પણ વધુનું શિપ કોરીયાઇ કંપની પાસેથી એજન્સીએ ખરીદયુ છે. ત્યારે નોંધનીય છે કે તમામ ભૌતિક સુવિધાઓ ધરાવતો આ શિપનુ સંચાલન મેના અંતમાં અથવા તો જુના પ્રથમ અઠવાડીયામાં શરુ થઇ શકે છે, આ શિપ ની વિશેષતા એ છે કે પેસેન્જરની સાથે વોલ્વો જેવી બસ પણ આ શિપમાં લઇ જઇ શકાશે.

    ગુજરાત વિધાનસભા વિધાનસભાની ચૂંટણી પહેલા ભાવનગરના ધોધાથી ભરુચના દહેજ બંદર વચ્ચે રોરો ફેરી સર્વિસની શરુ કરાઇ હતી, ત્યારે હવે રાજ્ય સરકાર પીપીપી મોડેલથી રોપેક્સ સર્વિસના બીજા સેગમેન્ટની શરુઆત કરવા જઇ રહી છે, જેના માટે આ સર્વિસનું સંચાલન કરનારી કંપનીએ 110 કરોડ કરતા વધુના કિમતના મોટા શિપની ખરીદી કોરીયન કંપની પાસેથી કરી છે, હાલ ચાઇનામાં તેનુ અંતિમ મોડીફીકેશન થઇ રહ્યુ છે. ટુક સમયમાં મુબઇ થકી ગુજરાત પહોચશે, આ શિપની કેપેસીટી 800થી 1000 પેસેન્જરની રહેશે, અને તમામ સુખ સુવિધાથી સજ્જ હશે.

    શિપની ખાસીયત
    શિપ સંપૂર્ણ ફુલી એરકન્ડીશન્ડ હશે. જેમા વીઆઇપી, એક્ઝીક્યુટીવ, અને ઇકોનોમી એમ ત્રણ પ્રકારની વ્યવસ્થા રહેશે.વીઆઇપી બેઠક વ્યવસ્થામાં વોશરુમ, અને ફુડ કોર્ટ પણ અપાશે. એક્ઝીક્યુટીવ બેઠક વ્યવસ્થામાં વોશરુમ સહિત ભોજનની ખાસ વ્યવસ્થા કરાશે. જ્યારે ઇકોનોમિક બેઠક વ્યવસ્થામાં ભોજન કોર્ટની વ્યવસ્થા નહી હોય. તે સિવાય બે કાર ડેક છે, જેમાં વાહન પાર્કિગની વ્યવસ્થા હશે. વોલ્વો બસ પણ પાર્કીંગ થઇ શકે, વોક વે રેમ પણ હશે, મનોરંજન માટે ટીવી મ્યુઝિક, એલઇડીની વ્યવસ્થા પણ છે.

    હાલ તો તંત્રની તૈયારી જુનથી આ રોપેક્શ શરુ કરવાની છે, આની ખાસીયત એ છે કે પેસેન્જર અને વાહનો એક સાથે જઇ શકશે. હાલ એક સાથે 65 વોલ્વો તેમાં એક સાથે જઇ શકે તેના માટે વ્યવ્સથા કરાઇ રહી છે, પણ એઠી વોલ્વો જેટલી જગ્યાની વ્યવસ્થા થઇ શકશે, તો આ સર્વિસને ધોધાથી સુરત સુધી પણ લંબાવવાની યોજના ચાલી રહી છે. મહત્વની વાત એ છે કે જો પ્રથમ વેસલમાં સફળતા મળ્યા બાદ બીજો વેસલ પણ ચલાવવાની તૈયારી તંત્રની છે, અધિકારીઓ માને છે કે દેશમાં અનેક સ્થળો અને રાજ્યોમાં રોરો ફેરી સર્વિસ ચાલે છે, પણ દરિયામાં આટલા મોટા પાયે વેસલ ચલાવવુ એ પ્રથમ ઘટના બનાવાની છે.

    આમ અધિકારીઓ સ્પષ્ટ પણે માને છે કે આ ઓપરેશનથી સૌરાષ્ટ્રથી સુરતઅને મુબઇ જતા પેસેન્જરો માટે આ ઉપયોગી થશે,ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન કરાવવા માટે વડા પ્રધાન નરેન્દ્રમોદી નો સમય લેવા માટે પ્રયત્નો કરી રહી છે.

    સ્ટોરી - હિતેન્દ્ર બારોટ
    Published by:kiran mehta
    First published:

    Tags: Cost, Facilities, Preparation, જહાજ, શારીરિક

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन