ભાવનગરઃ જમીન મામલે વચ્ચે પડતા કોંગ્રેસ નગરસેવિકાને પોલીસે ફટકાર્યાં

News18 Gujarati
Updated: July 24, 2019, 1:10 PM IST
ભાવનગરઃ જમીન મામલે વચ્ચે પડતા કોંગ્રેસ નગરસેવિકાને પોલીસે ફટકાર્યાં
કોંગ્રેસ નગરસેવીકાની તસવીર

બોલાચાલીમાં હાજર પોલીસે લાફો ઝીંક્યો અને લાકડી વડે મારમારતા હોસ્પિટલ ખસેડ્યા હતા.

  • Share this:
ચિરાગ ત્રિવેદીઃ ભાવનગર જેલ રોડ વિસ્તારમાં જમીન મામલે ચાલતા વિવાદમાં કોંગ્રેસના નગરસેવિકા પારુલબેન ત્રિવેદી વચ્ચે પડ્યા હતા. જોકે, બોલાચાલીમાં હાજર પોલીસે લાફો ઝીંક્યો અને લાકડી વડે મારમારતા હોસ્પિટલ ખસેડ્યા હતા.

ભાવનગર જેલ રોડ વિસ્તારમાં આવેલી શ્રમ નિકેતન સોસાયટીમાં એક પ્લોટ બાબતે વિવાદ ચાલતો હતો. જેમાં કોંગ્રેસ નગરસેવિકાને હસ્તક્ષેપ કરવા બોલાવવામાં આવ્યા હતા. પારુલબેન ત્રિવેદી મધ્યસ્થી કરવા પોહચ્યા હતા. જમીન મામલે પોલીસ પણ સ્થળ પર હતી.

સમજાવટ દરમિયાન વાતાવરણ અચાનક બગડતા પારુલબેન સાથે બોલાચાલી વધી ગઈ અને પોલીસ કર્મી દ્વારા લાફો ઝીંકી દેવાયો અને લાકડીઓ મારી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. પારુલબેનના શરીર પર લાફાના નિશાન સ્પષ્ટ વાર્તાતા હતા. જોકે પારુલબેનને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા અને સારવાર અપાઈ હતી.

આ પણ વાંચોઃ-જૂનાગઢમાં કોંગ્રેસની હારનું કારણ ભાજપની શામ દામ દંડ ભેદની નીતિ : ભીખા જોષી

હોસ્પિટલ વિરોધ પક્ષના નેતા સહિતના નેતાઓ હોસ્પિટલ તેમની ખબર અંતર પૂછવા પોહચ્યા હતા અને પોલીસના વલણ સામે રોષ ઠાલવ્યો હતો.
First published: July 24, 2019
વધુ વાંચો
अगली ख़बर