ભાવનગરઃ પત્નીને રૂમમાં પૂરી કોન્સ્ટેબલે ત્રણ બાળકોની ગળુ કાપી હત્યા કરી

News18 Gujarati
Updated: September 4, 2019, 4:49 PM IST
ભાવનગરઃ પત્નીને રૂમમાં પૂરી કોન્સ્ટેબલે ત્રણ બાળકોની ગળુ કાપી હત્યા કરી
બાળકોની હત્યા કરનાર પોલીસ કોન્સ્ટેબલની તસવીર

ભાવનગરના વિદ્યાનગર પોલીસ લાઇનમાં સુખાભાઇ શિયાળ પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેમણે આજે રવિવારે કોઇકારણો સર પોતાના ત્રણ બાળકોની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ભાવનગરમાં પોલીસ કોન્સ્ટેબલે ત્રણ બાળકોની હત્યા કરી હોવાની ઘટના બની છે. તીક્ષ્ણહથિયાર વડે બાળકોની હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં ડીવાયએસ.પી. સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.

મળતી માહિતી પ્રમાણે ભાવનગરના વિદ્યાનગર પોલીસ લાઇનમાં સુખદેવ શિયાળ પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેમણે આજે રવિવારે કોઇકારણો સર પોતાના ત્રણ બાળકોની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં ડી.વાય.એસ.પી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

સુખદેવ શિયાળે તેના પુત્રો ખુશાલ, ઉદ્ધવ અને મનોનીતની તીક્ષ્ણ હથિયારથી ગળુ કાપી હત્યા નીપજાવી હતી. સુખદેવ મહુવાના રાણીવાડા ગામનો વતની છે. પહેલા દાઠા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. તે પોલીસ હેડ ક્વાર્ટરમાં આશાન વિભાગમાં ફરજ બજાવે છે. પોતાની પત્નીને રૂમમાં પૂરી ત્રણેય પુત્રોને મોતને ઘાટ ઉતાર્યાની પણ ચર્ચા થઇ રહી છે. છેલ્લા ઘણા સમયથી શંકાને કારણે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. પરંતુ આજે આવેશમાં આવીને ત્રણેય પુત્રોની હત્યા નીપજાવી હતી.

સુખદેવએ અંગત ઝઘડામાં આવેશમાં આવી પોતાના જ ત્રણ માસુમ પુત્રોની હત્યા કરી છે. ગળુ કાપી હત્યા કરતા મકાનમાં લોહીના ખાબોચીયા ભરાય ગયા હતા. સુખદેવ પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ઘટનાસ્થળેથી દાતરડુ મળી આવ્યું છે તેમજ બાળકો માટેનું રમકડુ પણ પડેલું હતું.
First published: September 1, 2019, 5:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading