ભાવનગર : રેપીડ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ, RT-PCRમાં નેગેટિવ, સારવાર લેવી કે નહી? લોકો મૂંઝવણમાં

ભાવનગર : રેપીડ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ, RT-PCRમાં નેગેટિવ, સારવાર લેવી કે નહી? લોકો મૂંઝવણમાં
ટેસ્ટિંગની લાલિયાવાડી, કીટની વિશ્વસનિયતાઓ પર મોટો સવાલ

ભાવનગર શહેરમાં રેપીડ ટેસ્ટ બાદ કરવા માં આવતા RT- PCR રિપોર્ટ અને બન્ને ટેસ્ટમાં પરિણામ વિરોધાભાસી આવતા ગૂંચવાયેલી વ્યક્તિઓને કોઈ સંતોષકારક જવાબ મળતો નથી.

  • Share this:
    નીતિન ગોહેલ, ભાવનગર : ભાવનગરમાં કોવિડ ટેસ્ટને કારણે લોકો ગૂંચવણમાં છે. કારણ કે રેપીડ ટેસ્ટ પોઝિટિવ અને RT- PCR નેગેટિવ આવતો હોય છે. તો ક્યારેક રેપીડ નેગેટિવ અને RT- PCR પોઝિટિવ આવતા હોય છે. પ્રજા ગુંચવણમાં છે અને વિરોધાભાસી બે ટેસ્ટિંગના પરિણામો પ્રજાનો વિશ્વાસ ડગમગાવી રહ્યા છે. ભાવનગરમાં સામે આવતા કેટલાક કિસ્સાઓએ પ્રજાને ગૂંચવણમાં મૂક્યા, રેપીડ ટેસ્ટ અને RT- PCRના પરિણામોમાં વિરોધાભાસ, રિપોર્ટના પરિણામ અલગ- અલગ આવતા પ્રજા મુશ્કેલીમાં મૂકાઈ રહી છે

    શહેરમાં થતા રેપીડ અને RT- PCR રિપોર્ટના પરિણામ અલગ-અલગ આવતા પ્રજા મુશ્કેલીમાં મૂકાઈ રહી છે. એક તરફ દેશમાં ટેસ્ટિંગ વધારવા જોર આપવામાં આવે છે. તો બીજી તરફ ભાવનગરમાં સામે આવતા કેટલાક કિસ્સાઓએ પ્રજાને ગૂંચવણમાં મૂક્યા છે.ભાવનગરમાં 23 સેન્ટર સહિત 44 સ્થળો ઉપર રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટિંગ ના પ્રથમ પગથિયાંમાં પોઝિટિવ આવતાની સાથે વ્યક્તિ ઘરમાં હોમ આઇસોલેટ થઈ જાય છે.



    આ પણ વાંચો : વલસાડ : દમણથી દારૂ ભરીને આવતો ખેંપીયો ઝડપાયો, હેરફેરની નવી ટેકનિકનો પર્દાફાશ

    રેપીડ સાથે RT- PCR ટેસ્ટ કરાવતા કેટલાક લોકોને રિપોર્ટ RT- PCR ના નેગેટિવ આવતા તેવા વ્યક્તિઓ મૂંઝવણમાં મૂકાયેલા છે. આવા કેટલાક કિસ્સાઓ સામે આવેલા છે. તેવામાં પ્રજાને રેપીડ ટેસ્ટ સાચો કે RT- PCR ટેસ્ટ સાચો તેની ગૂંચવણ ઉભી થઇ છે.

    ભાવનગર શહેરમાં રેપીડ ટેસ્ટ બાદ કરવા માં આવતા RT- PCR રિપોર્ટ અને બન્ને ટેસ્ટમાં પરિણામ વિરોધાભાસી આવતા ગૂંચવાયેલી વ્યક્તિઓને કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. એક તરફ વધતા કેસને પગલે વ્યક્તિઓ રિપોર્ટ કરાવવા જતા ડરે છે. કારણ કે સંક્રમણ હોઈ નહિ અને ક્યાંક લાગી ન જાય તેવો ડર સતાવે છે. એવામાં વિરોધાભાસી પરિણામમાં આરોગ્ય અધિકારી મહાનગર પાલિકાના ડો.આર.કે.સિન્હાના મત મુજબ RT- PCRના રિપોર્ટ સમયે પ્રક્રિયા માં થયેલી ભૂલ સેમ્પલ લેવા અથવા મોકલવાના સમયે થઈ હોય તેવું બની શકે છે.

    કોવિ઼ ગાઇડ લાઇન સાથે થઈ રહેલા અંતિમ સંસ્કાર


    ગોરડ સ્મશાનમાં બપોરે સુધીમાં 10 અંતિમ સંસ્કાર

    ભાવનગર શહેરમાં તંત્રના ચોપડે એક પણ મોત નથી ત્યાં રોજના સ્મશાનમાં લાકડા ઓ ખૂટી ગયા છે. એટલે સ્પષ્ટ જાણી શકાય છે કે ભાવનગરની શું સ્થિતિ છે. ગોરડના સ્મશાનમાં લાકડા બે દિવસ પહેલા ખૂટ્યા હતા અને દાતા મળ્યા બાદ અગ્નિસંસ્કાર શરૂ થયા હતા. ત્યારે ગોરડ સ્મશાનનું રિયાલિટી ચેક કરતા બપોરે 12 વાગ્યા સુધીમાં 10 મૃતદેહો આવ્યા હતા.

    આ પણ વાંચો : રાજકોટ : ફ્લેટમાં અચાનક લાગી આગ, માતા જીવ બચાવવા બે બાળકોને લઈ બાથરૂમમાં પુરાઈ ગઈ હતી

    ત્યારે દિવસના કેટલા અને અન્ય બે સ્મશાનમાં કેટલા તે અનુમાન લગાવી શકાય છે કે કોરોના કેટલો ભયાવહ છે.ભાવનગરમાં સરકારી ચોપડે અને સ્મશાનનાં આંકડાઓ માં ફેરફાર ગોરડ સ્મશાનમાં બપોરે સુધી 10 મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા ભાવનગરમાં કોરોનાની સ્થિતિ બગડતા મૃતકોની સંખ્યામાં વધારો થયો
    Published by:Jay Mishra
    First published:April 15, 2021, 23:55 pm

    ટૉપ ન્યૂઝ