Home /News /kutchh-saurastra /ભાવનગરના તમામ વિસ્તારમાં ફરશે પર્યાવરણ રથ, દરેકને મફતમાં અપાશે વૃક્ષ-છોડ

ભાવનગરના તમામ વિસ્તારમાં ફરશે પર્યાવરણ રથ, દરેકને મફતમાં અપાશે વૃક્ષ-છોડ

પ્રતિકાત્મક તસવીર

" આઓ પેડ લગાયે, ભાવનગર હિરા બનાયે " કોઈ એક વ્યકિત, એક પરિવાર કે કોઈ એક સોસાયટી માત્ર નહીં કરી શકે, બધાએ સાથે રહી નિશ્ચય કરી પર્યાવરણ બચાવવા આગળ આવવું પડશે.

    પર્યાવરણ અસંતુલન આજે વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. પર્યાવરણનું સરક્ષણ અને સંવર્ધન આપણા બધાની પ્રાથમિકતા પણ હોવી જોઈએ અને કર્તવ્ય પણ હોવું જોઈએ. આ બાબત ધ્યાને રાખવા ભાવનગરના કઈક નવું જ કરતું રહે છે. ધારાસભ્ય વિભાવરીબેન દવેએ કહ્યું કે, ભાવનગરના પર્યાવરણ પ્રેમી લોકોને ઘરે વૃક્ષો ઉછેરવા તેના છોડ લેવા નર્સરી કે મ્યુ.કોર્પોમાં ધકકા ના ખાવા પડે માટે ઘરે બેઠા જ વિવિધ વૃક્ષોના છોડ મળી રહે તે માટે આ " પર્યાવરણ રથ " ઘરે-ઘરે ફરશે. લોકોને આ " પર્યાવરણ રથ " માંથી વિનામૂલ્ય વિવિધ છોડો મળશે. લોકો તેનો લાભ લઈ વૃક્ષ ઉછેર કરે તેવી લાગણી વિભાવરીબેન દવે દ્વારા કરી છે.

    તમને જણાવી દઈએ કે, ભાવનગરમાં વૃક્ષ ઉછેર અભિયાન માટે પહેલી જ વાર " પર્યાવરણ રથ " ફરશે, જેમાં પૂર્વ વિધાનસભાના દરેક વોર્ડમાં દર રવિવારે એક વોર્ડમાં આ " પર્યાવરણ રથ " ફરશે. આ પર્યાવરણ રથના ઈન્ચાર્જ હરેશભાઈ ચૌહાણ (મો.નં. 9913382064), પ્રતાપભાઈ પરમાર (મો.નં.7984895179 ) અને ભરતભાઈ ચુડાસમા (મો.નં. 9601297024)ની રહેશે. જેનો રૂટ દર શનિવારે જણાવવામાં આવશે તા. ૩૦ જૂનના રોજ આ પર્યાવરણ રથ કરચલિયા પરાના તમામ વિસ્તારોમાં સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી અને સાંજે ૪ થી ૭ સુધી ફરશે. કરચલિયા પરામાં આ રથની જવાબદારી જેન્તીભાઈ વાધેલા(મો.નં.8000359499 ) રહેશે.

    કયા વિસ્તારમાં ફરશે પર્યાવરણ રથ
    (૧) એચ.ડી.એફ.સી. બેંક વાળી ગલી ત્યાંથી મહેંદી સ્કૂલની પાછળનો ખાંચો, અજય ટોકીઝથી ક્રેસંટ

    (૨)ક્રેસંટ થી ઘંટાકર્ણ વાળો ખાંચો, ઘંટાકર્ણ થી ભીલવાળા સર્કલ થી શિશુ વિહાર સર્કલ ત્યાથી સિંહ સર્કલ ત્યાથી પ્રજાપતિની વાડી થી ટેકરીનો ચોક ત્યાંથી આનંદવિહાર ત્યાંથી અગરબતીવાળો ખાંચો ત્યાંથી રૂવાપરી રોડ
    ત્યાથી કુંભારવાડો ત્યાંથી યોગેશ્વર મંદિર થી રૂવાબ સોડા, ભાવદાસવાળો ખાંચો

    (૩)ઉપરોકત વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં પણ રથ ફરશે.

    ગુજરાત સરકારના વન પર્યાવરણ વિભાગ દ્વારા વિવિધ છોડ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવાય છે. આ " પર્યાવરણ રથ " માં સાથે આર્યુવેદીક કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાવાના છે, જેમને આર્યુવેદિક છોડ જોઈતા હશે તેમને સેવા ઉપલબ્ધ થશે. " આઓ પેડ લગાયે, ભાવનગર હિરા બનાયે " કોઈ એક વ્યકિત, એક પરિવાર કે કોઈ એક સોસાયટી માત્ર નહીં કરી શકે, બધાએ સાથે રહી નિશ્ચય કરવો પડશે કે આપણે આપણી જવાબદારી સમજી ગ્રીનરી વધારવા પ્રયત્ન કરવો પડશે. એક વ્યકિત એક વૃક્ષ જરૂર વાવે તેવી પણ મંત્રી વિભાવરીબેન દવેએ બધાને અપીલ કરી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Given, ભાવનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन