Home /News /kutchh-saurastra /

પાલીતાણા: આ આધુનિક ગામમાં લગાવેલ છે અનેક સ્પીકર્સ, કોરોના મહામારીમાં બન્યા આશીર્વાદરૂપ

પાલીતાણા: આ આધુનિક ગામમાં લગાવેલ છે અનેક સ્પીકર્સ, કોરોના મહામારીમાં બન્યા આશીર્વાદરૂપ

આધુનિકતા ઉમેરી ઉભી કરાયેલી કંઈક આવીજ વ્યવસ્થા આજ સાંજણાસરના ગ્રામજનો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે.

આધુનિકતા ઉમેરી ઉભી કરાયેલી કંઈક આવીજ વ્યવસ્થા આજ સાંજણાસરના ગ્રામજનો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે.

પાલિતાણા :"કાલથી ગામમા સરકાર દ્વારા અનાજ વિતરણ થવાનું છે, જેથી સર્વ ગ્રામજનોને વિનંતી કે જેમના રાશનકાર્ડ નંબરનો છેલ્લો અંક ઝીરો અથવા એક છે તેમણે કાલે મોં પર માસ્ક પહેરી સવારે 10 થી 5 વાગ્યા સુધીમાં સસ્તા અનાજની દુકાને આવવું".... "સર્વે ખેડૂત ભાઈઓને જણાવવાનું કે પી.જી.વી.સી.એલ. દ્વારા કાલ રાત્રે 9 થી 1 વાગ્યા સુધી વીજકાપ જાહેર કરવામા આવેલ છે જેથી રાત્રે પાણી વાળવા જતા ખેડૂતો આ બાબત ખાસ ધ્યાને લેવી".... "સર્વે માલધારી મિત્રોને જણાવવાનું કે ફોરેસ્ટ વિભાગ દ્વારા નીચાણવાળો વિસ્તાર પ્રતિબંધીત જાહેર કરાયો છે જેથી તે વિસ્તારમાં પોતાના માલ-ઢોર ચરાવવા જવું નહીં".... અને આવી તો કંઈક કેટલીયે લોકોપયોગી સૂચનાઓ આપે છે પાલીતાણાના સાંજણાસરના ગ્રામજનોએ વિકસાવેલો આધુનિક બુંગીયો.

પહેલાના જમાનામાં કોઈ અગત્યની સૂચના આપવા ગામની મધ્યમાં ઢોલ વગાડી લોકોને તેની જાણ કરવામાં આવતી જેને બુંગીયો ઢોલ કહેવામાં આવતો.આધુનિકતા ઉમેરી ઉભી કરાયેલી કંઈક આવીજ વ્યવસ્થા આજ સાંજણાસરના ગ્રામજનો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે.

પાલીતાણાના સાંજણાસર ગામે સુચનાના આદાન-પ્રદાનની તેમજ જનસંપર્કની જે વ્યવસ્થા ઊભી કરાઇ છે તે ભારતભરમાં પ્રેરણાદાયી બની શકે તેમ કહેવામાં લગીરે અતિશ્યોક્તિ નથી. આ ગામમાં સરકાર દ્વારા ફાળવાયેલા 70 હજાર તેમજ લોકફાળાના 40 હજાર એમ કુલ 1.10 હજારના ખર્ચે જનસંપર્કની એક આધુનિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સમગ્ર ગામને આવરી લે તે રીતે ગામના દરેક ચોકમાં 12 જેટલા લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે અને ગ્રામ પંચાયત કચેરીએથી માઈક વડે અપાતી લોકોપયોગી સૂચનાઓ કે કોઈ અગત્યનો સંદેશો આ 12 લાઉડ સ્પીકર મારફત એક સાથે એક જ ક્ષણે ગામના તમામ લોકો સુધી પહોંચી જાય છે.

આજે આધુનિક શહેરો તેમજ સોસાયટીઓમા વસતા લોકો વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે જેવા સોશિયલ મીડિયાના માધ્યમ થકી સરળતાથી સંદેશ તેમજ સૂચનાઓ પ્રાપ્ત કરી શકે છે. ત્યારે સાંજણાસર ગામના લોકોએ વિકસાવેલી આ વ્યવસ્થા અબાલ-વૃદ્ધ, સાક્ષર-નિરક્ષર સૌ કોઈને તેમના ઘર સુધી છેલ્લી ઘડીની સૂચના આપવાનું કાર્ય કરી સુગ્રથિત કરવાનું કામ કરે છે.

આ અંગે ગામના સરપંચ વિક્રમભાઈ બરાડ તથા ગામની શાળાના ઉપાચાર્ય  પ્રવીણભાઈ ગોહિલ જણાવે છે કે, ગ્રામજનોએ પોતાના કોઠાસૂઝથી ઉભી કરેલ આ વ્યવસ્થા ગ્રામજનો માટે આજે “સર્વ જન હિતાય સર્વજન સુખાય” સાબિત થઇ રહી છે. વ્યવસ્થામા જ્યાં-જ્યાં જરૂર પડી ત્યાં મદદરૂપ થવા તેમજ માર્ગદર્શન આપવા બદલ તેઓએ જિલ્લા વિકાસ અધિકારી  વરૂણકુમાર બરનવાલનો પણ આ તકે આભાર વ્યક્ત કર્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Lockdown, Palitana, ગામડા, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन