ગરમીનાં પ્રકોપથી તળાજામાં 400 ચામાચિડીયાનાં મોત

News18 Gujarati
Updated: April 29, 2019, 9:45 AM IST
ગરમીનાં પ્રકોપથી તળાજામાં 400 ચામાચિડીયાનાં મોત
400 ચામાચિડીયાનાં ટપોટપ મોત થયાં હતાં.

સ્થાનિક વન વિભાગનાં જણાવ્યા અનુસાર, ગરમીનાં કારણે ચામાચિડીયાનાં મોત થાય હોય તેમ પ્રાથમિક રીતે જણાય છે.

  • Share this:
તળાજા: ભાવનગર જિલ્લાનાં તળાજા શહેરમાં અસહ્ય ગરમીનાં કારણે તળાજા શહેરમાં પંચનાથ મહાદેવની જગ્યામાં વડલાઓમાં ઘર બનાવીને રહેતા 400 જટેલા ચામાચિડીયાનાં ટપોપટ મોત નિપજ્યા હતા.

આ સિવાય જસપરા ગામ પાસે પણ 15 જેટલા ચામાચિડીયાનાં મોત નિપજ્યાં હતાં.

સ્થાનિક વન વિભાગનાં જણાવ્યા અનુસાર, ગરમીનાં કારણે ચામાચિડીયાનાં મોત થાય હોય તેમ પ્રાથમિક રીતે જણાય છે.

અત્રે ઉલ્લેખયનીય છે કે, સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ઊંચો જઇ રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

તળાજાનાં પંચનાથ મહાદેવ (સ્મશાન) ખાતે આવેલા ઘેઘુર વડલાઓમાં આશરે એક હજારથી વધુ ચામચીડિયા ( વડ વાંગડા) એ રહેઠાણ બનાવ્યું છે. તળાજાનાં મોક્ષધામના કર્મચારી બટુકભાઈ ફરજપર હાજર થયા ત્યારે મોક્ષધામના મેદાન અને આસપાસ માં ચારસો જેટલા ચામાચિડીયાઓ મરેલા જોવા મળતા પાલિકાનાં પદાધિકારીઓને જાણ કરતા અશોકભાઈ સગર, સુરેન્દ્રસિંહ સરવૈયા દોડી ગયા હતા.

વન વિભાગનાં કર્મચારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા.
First published: April 29, 2019, 9:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading