ન્યૂઝ18 ગુજરાતી: ભાવનગર યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન વધુ એક ચોરીનો મામલો સામે આવ્યો છે. એમ.કોમ. પાર્ટ-1ની પરીક્ષા દરમિયાન સંઘના એક આગેવાનનો પુત્ર કોપી કેસમાં ઝડપાયો છે. અગાઉ આ કોલેજમાંથી જ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર પણ કોપી કેસમાં ઝડપાયો હતો.
એમ.કોમ. પાર્ટ-1ની ચાલી રહેલી પરીક્ષામાં સોમવારે તુષાર વ્યાસ નામનો એક વિદ્યાર્થી ઘરેથી લખીને લાવેલી ઉત્તરવહી સાથે ઝડપાતાં તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તુષાર વ્યાસ સંઘ વિભાગના સરકાર્યવાહ મહેશ વ્યાસનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. સાથે જ આ કેસમાં ભીનું સંકેલવાના તમામ પ્રયાસો કરાયા હોવાની પણ ચર્ચા થઇ રહી છે.
પકડાયેલ તુષાર વ્યાસ એમ.જે.કોમર્સ કોલેજમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે ફરજ બજાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. રેગ્યુલર પરીક્ષામાં તે સુપરવિઝન પણ કરી ચૂક્યો છે. વિઝિટિંગ ફેકલ્ટી હોવાને લીધે તે સપ્લિમેન્ટ્રી મેળવી ઘરેથી જ જવાબો લખીને લાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જીતુ વાઘાણીનો પુત્ર મીત વાઘાણી આ યુનિવર્સિટીમાંથી જ કોપી કેસમાં ઝડપાયો હતો. જે બાદ હવે સંઘના આગેવાનનો પુત્ર પણ આ પ્રકારના કેસમાં સંડોવાતાં યુનિવર્સિટીની ભારે બેદરકારી સામે આવી રહી છે.
જોકે, પુત્ર કોપી કેસમાં પકડાતા જીતી વાઘાણીએ કહ્યું હતું કે, ભાજપના વરિષ્ઠ નેતા તરીકે મેં મારા પુત્રને બચાવવા માટે સત્તાનો ઉપયોગ કરી પ્રક્રિયામાં મુશ્કેલી ઊભી કરી નથી.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર