ભાવનગર : ટેમ્પો પલટી જતા એક જ ગામનાં 25 લોકો ઇજાગ્રસ્ત, બાળકીનું મોત

News18 Gujarati
Updated: January 15, 2020, 7:58 AM IST
ભાવનગર : ટેમ્પો પલટી જતા એક જ ગામનાં 25 લોકો ઇજાગ્રસ્ત, બાળકીનું મોત
ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે.

ઇજાગ્રસ્તો આદપુર તરફ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

  • Share this:
ભાવનગર : ગઇકાલે ઉત્તરાયણનો પર્વ હતો ત્યારે રાતે ભાવનગરનાં પાલીતાણામાં એક ગોઝારો અકસ્માત થયો છે. પાલીતાણા પાસે આવેલા ઘેટી ગામ પાસે એક આઇસર ટેમ્પો પલ્ટી ગયો હતો. જેમાં એક બાળકીનું મોત નીપજ્યું છે જ્યારે 25 જેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે, ઇજાગ્રસ્તો આદપુર તરફ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ તમામ લોકો પાલીતાણાનાં પીથલપુર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ તમામ ઇજાગ્રસ્તોને પાલીતાણાની માનસિંહ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ બનાવને લઇને હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટ્યાં હતા.

ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે.


અમદાવાદમાં પતંગની દોરીથી બચવા જતા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

અમદાવાદના રામોલ રિંગરોડ પર પતંગના દોરાથી બચવા જતાં બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઇક સવારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બાઇક સવારને ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયો હતો. આ દરમિયાન અન્ય બાઈક ચાલકોને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. જોકે, અહીં બંને બાઇક અથડાતા રસ્તા પર થેલામાંથી દારૂની બોટલો પડી ગઇ હતી આના પરથી આશંકા સેવાઈ રહી છે કે, દારૂની ખેપ મારતા રસ્તામાં અકસ્માત સર્જાયો હશે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
First published: January 15, 2020, 7:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading