નીતિન ગોહેલ, ભાવનગર : ભાવનગર જીલ્લાનાં (Bhavnagar) તળાજાનાં તાલુકા અને જિલ્લા ભાજપમાં ગઇકાલે બપોરે ચકચાર મચી ગઇ હતી. કારણ હતું તળાજા તાલુકા ભાજપ મંડળ (BJP Taluka Mandal Group) નામના ગ્રુપમાં ગ્રુપના સભ્ય દ્વારા એક જ પ્રકારના અશ્લીલ તસવીરો અને વીડિયો (Videos) પોસ્ટ કરવામાં આવતા હડકંપ મચ્યો છે. જોકે, આ ગ્રુપ પક્ષનું સત્તાવાર ગ્રુપ નથી પરંતુ સંગઠનના નામથી બનેલું ગ્રુપ છે અને તેમાં 190 સભ્યો છે. આ ગ્રુપમાં આ પ્રકારનું સાહિત્ય આવતા લોકો શરમમાં મૂકાઈ ગયા હતા અને ટપોટપ ગ્રુપ છોડવા લાગ્યા હતા. જોકે, બનાવ બાદ આ ગ્રુપના સ્ક્રિનશૉટ વાઇરલ થવા લાગ્યા છે.
ગ્રુપ એડમીનને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે રિમુવ કં છું. તેમ જણાવ્યું હતું. જોકે એડમીન જેમણે અશ્લીલ ફોટા મુક્યા હતા તે ભાજપમાં શુ હોદ્દો ધરાવે છે, તેનું નામ પણ ખબર ન હતી. સોશિયલ મિડીયામાં વોટ્સએપ અને અન્ય ગૃપમાં આ પ્રકારની ઘટનાઓ સતત બનતી રહે છે. આવી એક ઘટના તળાજામાં બની છે.
જેમાં તળાજા તાલુકાના ભાજપના એક વ્હોટ્સ એપ ગ્રુપમાં બની હતી. તળાજા તાલુકા ભાજપ મંડળ નામના ગ્રુપમાં રહેલા એક વ્યક્તિ એ એક જ પ્રકારના પાંચ અશ્ર્લીલ ફોટા મૂક્યા હતા. આ ગ્રુપ 190 વ્યક્તિનું બનેલું છે. ગ્રુપમાં તળાજા શહેર, તાલુકા અને જિલ્લાના ભાજપના વર્તમાન, પૂર્વ હોદ્દેદારો, ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ છે અને મહિલાઓ પણ છે.
વાઇરલ થયેલા સ્ક્રિનશોટ
આ ગ્રુપના એડમીન અશ્વિન જાનીએ ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે પોતે તાલુકા મંડળના મીડિયા ઇન્ચાર્જ છે. મહેશભાઈ નામના દેવલી ગામના વ્યક્તિ છે જેમણે આ ફોટા મૂક્યા છે. જોકે તેનો ભાજપમાં હોદ્દો શુ છે તે ખબર નથી તેમ જણાવ્યું હતું.
ભાજપના ગ્રુપમાં અશ્ર્લીલ ફોટા મુકવામાં આવતા જવાબદાર વ્યક્તિઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા.આ કોણ છે તેવા સવાલો ઉઠ્યા હતા. કોઈ એ રડતો ચહેરો દેખાડ્યો હતો થોડી જ વારમાં ચકચાર મચી હતી. જેને લઈ જવાબદાર આગેવાનો સક્રિય થઈ ગ્રુપના બે વ્યક્તિઓએ રિપીટ કર્યા હોય તે લોકોનો પણ કોન્ટેક્ટ કરેલ હોવાનું જાણવા મળ્યુ હતું.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર