નીલકંઠ પર કરેલા નિવેદન બદલ મોરારિબાપુએ માફી માગી, કહ્યું - મિચ્છામી દુક્કડમ

News18 Gujarati
Updated: September 5, 2019, 9:58 PM IST
નીલકંઠ પર કરેલા નિવેદન બદલ મોરારિબાપુએ માફી માગી, કહ્યું - મિચ્છામી દુક્કડમ
મોરારિબાપુ (ફાઇલ તસવીર)

ક્ષમા મગાય અને ક્ષમા અપાય, આ સાધુનું કામ છે - મોરારિબાપુ

  • Share this:
અનિલ માઢક, મહુવા : કથાકાર મોરારિબાપુએ નીલકંઠ પર આપેલા નિવેદન પર વિવાદ થયો છે. મોરારિબાપુએ એક કથા દરમિયાન આડકતરી રીતે સ્વામિનારાયણ સંપ્રદાય પર કટાક્ષ કરતા નીલકંઠ અને નીલકંઠવર્ણી અંગે નિવેદન કર્યું હતું. જેના કારણે તેમની સામે વિવાદ થયો હતો. જોકે કથાકાર મોરારિબાપુએ વિવાદાસ્પદ નિવેદનને લઇને માફી માગી લીધી છે. મોરારિ બાપુએ પોતાના નિવેદન પર મિચ્છામી દુક્કડમ કહીને કહ્યું હતું કે કોઈને લાગણી દુભાઈ હોય તો માફી માંગુ છું.

મોરારિએ બાપુએ એક વીડિયોમાં જણાવ્યું કે, વ્યાસપીઠ પર બેસ્યા બાદ તલગાજરડાના ખૂણામાંથી જે વિચાર આવવા લાગે છે, તે વિચાર નિર્ભિકતાથી પ્રસ્તુત કરું છું, તેનાથી કોઈ ધર્મને, ધર્મના આચાર્યોને, નાના મોટા પંથોને, નાના મોટા માર્ગોને કોઈને પણ ક્યાંય કોઈ ઠેસ, ઈરાદો તો હોય જ નહીં, હોય શકે. મારી દશા કેવી થઈ ગઈ છે વચ્ચેનું જ લઈને દુનિયાને બતાવે છે અને હું મૂળ શું બોલ્યો તે તો જોતા જ નથી. મારા નામથી વોટ્સએપ પર કે ક્યાંય હોય રજનીશનું સૂત્ર નીચે લખે મોરારિ બાપુ, હોય ક્રિષ્નામૂર્તિનું સૂત્ર નીચે લખે મોરારિબાપુ, આવું ખૂબ જ ચાલે છે એવામાં આજે મિચ્છામી દુકડમનો દિવસ છે એટલે કોઈના મનને ઠેસ લાગી હોય, ત્રુટી રહી ગઈ હોય કોઈ વાતમાં ઠેસ લાગી હોય તો સૌને આજે મિચ્છામી દુક્કડમ....મિચ્છામી દુક્કડમ...મિચ્છામી દુક્કડમ. મને એક વ્યક્તિ કહેતો હતો તમે ક્યારેક ક્યારેક ક્ષમા માગી લો છો, લોટ માગે એણે બીજાને લોટ અપાય પણ ખરો અને મગાય પણ સાધુ હોય એણે ક્ષમા મગાય અને ક્ષમા અપાય, આ સાધુનું કામ છે.

આ નિવેદન પર થયો હતો વિવાદ

મોરારિબાપુએ કહ્યું હતું કે, જ્યાં નીલકંઠ અભિષેકની વાત આવે ત્યારે સમજી લેજો, કાન ખોલીને સમજી લેજો શિવનો જ અભિષેક છે. કોઈ પોત પોતાની શાખાઓમાં નીલકંઠનો અભિષેક કરો તો તે બનાવટી નીલકંઠ છે. કૈલાશ વાળો નથી. નીલકંઠનું છેતરામણું રૂપ આવતું જાય છે. નીલકંઠ કોણ જેણે ઝેર પીધા હોય, જેણે લાડુડીઓ ખાધી હોય એ નીલકંઠ ન હોય. જેમણે ઝેર પીધા હોય એ નીલકંઠ હોય.
First published: September 5, 2019, 9:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading