ગણિકાઓના ઉત્થાન માટે મોરારિબાપુએ કર્યું 7 કરોડનું દાન

News18 Gujarati
Updated: January 17, 2019, 7:34 AM IST
ગણિકાઓના ઉત્થાન માટે મોરારિબાપુએ કર્યું 7 કરોડનું દાન
ફાઇલ તસવીર: મોરારિબાપુ

આજે મહુવાના તલગાજરડા ખાતે એકત્રિત ફંડનું વિતરણ કરાયું હતું

  • Share this:
અનીલ માઢક, મહુવા

થોડા સમય પહેલાં અયોધ્યામાં મોરારિબાપુ દ્વારા માનસ ગનિકા નામની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિસ્તારની ગણિકાઓના ઉત્થાન માટે સાત કરોડનું ફંડ એકત્રિત થયું હતું. જેને આજે મહુવાના તલગાજરડા ખાતે એકત્રિત ફંડનું વિતરણ કરાયું હતું. મોરારિબાપુએ આ એકત્રિત થયેલું ફંડ વિવિધ એનજીઓને વિતરણ કર્યું હતું.

ભાવનગર જિલ્લાના મહુવાના તલગાજરડા ખાતે આવેલા ચિત્રકૂટ આશ્રમ ખાતે આજે મોરારિબાપુએ ગણિકાઓના પુન:વસન અર્થે ફંડ વિતરણ કર્યું હતું. આયોધ્યામાં આયોજીત કથામાં એકત્ર થયેલું સાત કરોડનું ફંડ વિવિધ એનજીઓને આપવામાં આવ્યું હતું. આ ફંડની રકમ એનજીઓ ગણિકાઓના ઉત્થાન માટે વાપરશે. જેમાં તેમના બાળકોની સારસંભાળ સહિતની પ્રવૃતિઓ એનજીઓ દ્વારા કરવામાં આવશે.

આ પ્રસંગે ગણિકાઓએ જણાવ્યું હતું કે, અમારે આ ધંધામાં રહેવું નથી, પરંતુ સમાજ અમને સ્વીકારતો નથી. અમારા બાળકોને પણ સમાજમાં ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે. સમાજમાં અમને પૂરતું માન સન્માન મળતું નથી. આવામાં મોરારિબાપુએ અમારા સન્માન માટે પહેલ કરી છે અને અમારા પરિવારની ચિંતા કરી મોટી રકમ ફાળવી છે. અમે ક્યારેય તેમનું ઋણ ચૂકવી શકીશું નહીં.

આ પ્રસંગે મોરારિબાપુએ કહ્યું કે, તેઓ લગાજરડાની દીકરીઓ છે. જ્યારે પણ આવી દીકરીઓને મારી જરૂર હોય ત્યારે અહીં તલગાજરડા આવી જવું. તમારો બાપ જીવે છે. મોરારિબાપુ તમારું કન્યાદાન કરશે. સાથે જ આજે મેં ત્રિવેણી સ્નાન કરી લીધું છે. આ દીકરીઓ મારા માટે સત્ય, પ્રેમ અને કરુણાનું પ્રતિક છે.
First published: January 16, 2019, 5:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading