ભાવનગર : સગીરાને વર્ષથી ઘેનની દવા આપીને અલગ અલગ વ્યક્તિઓ કરતા હતા દુષ્કર્મ

News18 Gujarati
Updated: December 8, 2019, 9:20 AM IST
ભાવનગર : સગીરાને વર્ષથી ઘેનની દવા આપીને અલગ અલગ વ્યક્તિઓ કરતા હતા દુષ્કર્મ
મીર સુહૈલ દ્વારા બનાવવામાં આવેલો ક્રિએટિવ ફોટો

ક ગામમાં રહેતી સગીરાને રાતે ઘેનની ગોળી આપીને પાલિતાણાનાં ભુતીયા ગામનાં વ્યક્તિએ તથા વિવિધ લોકોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે.

  • Share this:
ભાવનગર : પાલિતાણા પાસેનાં એક ગામડામાંથી ચોંકવનારા અને હૃદય બેસી જાય તેવા સમાચાર મળી રહ્યાં છે. એક ગામમાં રહેતી સગીરાને રાતે ઘેનની ગોળી આપીને પાલિતાણાનાં ભુતીયા ગામનાં વ્યક્તિએ તથા વિવિધ લોકોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. હાલ આ સગીરાને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ મામલે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, બાર વર્ષની સગીરા પર એક વર્ષથી એકથી વધુ લોકોએ દુષ્કર્મ ગુજાર્યાની વાત પ્રકાશમાં આવી છે. આ સગીરાને ઘેનની દવા આપીને તેની પર દુષ્કર્મ ગુજારવામાં આવતું હતું. આ આખા મામલામાં કેટલીક મહિલાઓ પર સામેલ હોવાનું ફરિયાદમાં નોંધાઇ છે.

વડોદરામાં પણ લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કરાયાની ફરિયાદ

થોડા જ દિવલ પહેલા વડોદરા જિલ્લામાં પણ સગીરા પર દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો હતો. તેમાં વાઘોડિયા તાલુકાના ગુગલીયાપુરા ગામમાં રહેતો 19 વર્ષનો સુરજ દર્શનભાઇ કોરી રાયબરેલી જિલ્લામાં ડલમઉ થાણા વિસ્તારમાં 288, ભગવાનપુર, છતામ્બા, ભીમગંજ ખાતેનો વતની છે. તા.16 ઓક્ટોબરનાં રોજ તે ગુગલીયાપુરા ગામમાંજ રહેતી સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને તેનું અપહરણ કરીને ભગાડી ગયો હતો. પોતાના વતનમાં લઇ ગયો હતો. દરમિયાન આ બનાવની ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાઇ હતી. વાઘોડિયા પોલીસ મથકના પી.આઇ. પી.કે. ગોહિલે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને સુરજ કોરી સગીરાને તેના વતનમાં લઇ ગયો છે તેવી માહિતી મળતા ટીમ રવાના કરી હતી. સુરજ કોરી અને સગીરાને ઝડપી લીધા હતા. પોલીસે સગીરાનું અપહરણ કરી જઇ તેની ઉપર દુષ્કર્મ આચરનાર સુરજ કોરી સામે બળાત્કાર, અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Published by: Kaushal Pancholi
First published: December 8, 2019, 9:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading