Home /News /kutchh-saurastra /

તળાજા: માઇનીંગનો વિરોધ કરનારા પર પોલીસનો લાઠીચાર્જ; ટિયરગેસનાં સેલ છોડ્યા

તળાજા: માઇનીંગનો વિરોધ કરનારા પર પોલીસનો લાઠીચાર્જ; ટિયરગેસનાં સેલ છોડ્યા

આંદોલનકારીઓને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.

ડો. કનુભાઇ કળસરિયાએ કહ્યુ કે, સ્થાનિક લોકો મેથળા બંધારાની માગણી કરે છે પણ સરકાર તે કરતી નથી અને માઇનીગ દ્વારા સ્થાનિક જમીને ખતમ કરવા માંગે છે.

    છેલ્લા ઘણા મહિનાઓથી ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકામાં દરિયાકાંઠાનાં ગામોમાં ચાલી રહેલા અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીના માઇનીંગનાં વિરોધમાં આજે હજ્જારો સ્થાનિક લોકો ભેગા થયા હતા અને માઇનીંગ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ સાથે ઘર્ષણ થયુ હતુ.

    મહુવાનાં પૂર્વ ધારાસભ્ય ડો. કનુભાઇ કળસરિયાનાં નેતૃત્વનાં સ્થાનિક લોકો આ માઇનીંગ સામે વિરોધ કરી રહ્યા છે.  ડો. કનુભાઇ કળરસરિયા સહિત હજારો માણસો આજે બાંભોર ગામે પહોંચ્યા હતા જ્યાં અલ્ટ્રાટેક કંપનીનાં માણસો માઇનીગ કરવા માટે પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચ્યા હતા.

    ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા ડો. કનુભાઇ કળસરિયાએ જણાવ્યું કે, અમે ગીંધા ચિંધ્યા માર્ગે અને અંહિસક રીતે આંદોલન કરી રહ્યા છીએ અને આ ધરતી માતાને બચાવવા માટે લડત કરી રહ્યા છીએ. આજે એક હજારથી વધારે સ્થાનિક લોકો આ માઇનીંગને રોકવા માટે બાંભોર ગામે એકઠા થયા હતા પણ પોલીસે લોકો પર ટિયર ગેસનાં સેલ છોડ્યા હતા. અને આંદોલનને દબાવી કેટલાક લોકોને ટાર્ગેટ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. પણ અમે હિંમત હારવાનાં નથી અને અમારુ આંદોલન ચાલુ જ રહેશે.”.

    આંદોલનકારીઓને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.


    સ્થાનિક લોકોનાં જણાવ્યા અનુસાર અલ્ટ્રાટ્રેક કંપની તળાજા તાલુકાનાં બાંભોર, તલ્લી, કળસાર, નીચા કોટડા, ઉંચા કોટડા, ઝાંઝમેર, મેથળા, ગઢુલા સહિતનાં ગામોમાં માઇનીગ કરવા માંગે છે. પણ આ તમામ ગામનાં લોકો આ માઇનીંગનો વિરોધ કરી રહ્યા છે.

    ડો. કનુભાઇ કળસરિયાએ કહ્યુ કે, સ્થાનિક લોકો મેથળા બંધારાની માગણી કરે છે પણ સરકાર તે કરતી નથી અને માઇનીગ દ્વારા સ્થાનિક જમીને ખતમ કરવા માંગે છે. અમે અહિંસક રીતે લડત કરતા રહીશું. આજની દિવસે આંદોલન થતા હાલ પુરતુ માઇનીંગ બંધ કરી દેવામાં આવ્યુ છે.”

    “અમે પુના સ્થિત ગ્રીન ટ્રિબ્યુનલમાં પણ લડત આપી રહ્યા છીએ અને માઇનીંગ સામેની અમારી કાયદાકીય લડત પણ ચાલુ છે. સ્થાનિક લોકોને અંદાજ આવી ગયો છે કે, જો એક વખત માઇનીંગ શરૂ થશે તો તેમની ખેતી ખતમ થઇ જશે અને તેમના તળના પાણી નકામા થઇ જશે એટલા માટે જ લોકો આ આંદોલનમાં જોડાઇ રહ્યા છે” ડો. કળસરિયાએ વધુમાં જણાવ્યુ હતુ.

    આંદોલનકારીનો રોકવા માટે મોટા પ્રમાણમાં પોલીસ ખડકી દેવામાં આવી હતી.


    ડો. કનુભાઇ કળસરિયાએ મહુવામાં નિરમાનાં સિમેન્ટ સામે આંદેલન કર્યુ હતુ અને આ તેમણે ભાજપને જાકારો આપ્યો હતો. હાલ તેઓ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Talaja, ભાવનગર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन