તળાજાના દેવલી ગામે માતા પુત્રીએ મળી પિતા અને પતિની નિર્મમ હત્યા કરી સળગાવી જાતેજ પોલીસ મથકમાં હાજર થતા નાના એવા દેવલી ગામમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો. માતા અને પુત્રીએ મળી હત્યાની ઘટનાને અંજામ આપતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, તળાજાના નવી દેવલી ખાતે રહેતા અને મૂળ દેવગાણાના વતની એવા જેરામભાઈ ગોરધનભાઈ જાળેલા (ઉવ.48)ની લાશ ખાટલા પર બળી ગયેલી હાલતમાં હોવાનું સામે આવતા જ પોલીસ કાફલો દેવલી ગામે ઘસી ગયો હતો.
બનાવ ના કારણ અંગે જો વાત કરીયે તો મૃતક પાસે લાખો રૂપિયાની જમીન જાયદાદ હતી, 10 વીઘા જમીન દાવલીમાં અને 20 વિધા જમિન વતનમાં હતી અને તેવામાં તે પત્ની પર ચારિત્ર્ય અંગેની શંકા કરતો અને તેથી જ બંને વચ્ચે અવારનવાર ગૃહ કલેશ થતો જેના કારણે પત્ની વસંતબેન અને પુત્રી આરતીબેન અને બંને દીકરા સાથે 6 વર્ષથી પોતાના પિયર અલગ રહેવા જતા રહ્યા હતા. આ દરમ્યાન બંને વચ્ચે સમાધાનના અનેક પ્રયત્નો કરવામાં આવેલા, પરંતુ ચરિત્રની શંકાના આધારે જેરામભાઈએ તેને સ્વીકારવાનીના પાડી દીધી હતી. જેનો બદલો લેવા પત્ની વસંતબેન દ્વારા પતિની મિલકતમાં પોતાનો હિસ્સો લેવા માટે આ કૃત્ય કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. એટલે કહી શકાય કે જર જમીન અને જોરૂ ત્રેણય કજિયાના છોરુંની કહેવતને ચરિતાર્થ કરતો કિસ્સો સામે આવ્યો છે.
જોકે બનાવ અંગેની જાણ થતાં જ તળાજા PI ગઢવી, DYSP જાડેજા સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો અને મૃતકની ડેડબોડીને PM માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.
મૃતકના પરિવારના જણાવ્યા પ્રમાણે, આ સમગ્ર મામલામાં હત્યારાઓ વધુ છે, મૃતક પાસે મોટી મિલકત હોવાના કારણે હત્યારાઓએ પહેલા મૃતકને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી હત્યા નિપજાવી ખાટલા સાથે બાંધી ઉપર તલની સાંઠીના પૂળા નાખી સળગાવી દીધેલ છે, એટલું જ નહી મૃતકના ઘરમાં રહેલા દસ્તાવેજ, ઘરેણાં રોકડ સહીતનો મુદ્દમાલ લઇ પણ નાસી ગયેલ છે. આ અંગેની પોલીસને રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ પોલીસ દ્વારા યોગ્ય તાપસના થતી હોવાનો આક્ષેપ પણ પરિવાર કરી રહ્યા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર