મહુવાઃ અહીં ડુંગળી ડિહાઇડ્રેશન ઉદ્યોગ મોટા પ્રમાણમાં ફૂલ્યો છે. મહુવામાં 140 જેટલા ડિહાઇડ્રેશન પ્લાન્ટ છે, પરંતુ જેમાંથી 50 ટકા પ્લાન્ટને બંધ કરવાની નોબત આવી છે, કારણ કે ડિહાઈડ્રેશન પ્લાન્ટ અને સફેદ ડુંગળી બંને એકબીજાના પર્યાય છે અને આજે બંનેની હાલત કફોડી છે.
સફેદ ડુંગળીનો ઉપયોગ સૌથી વધુ ડિહાઇડ્રેશનમાં થાય છે એટલા માટે મહુવામાં સૌથી વધુ સફેદ ડુંગળીનું ઉત્પાદન થાય છે. સફેદ ડુંગળીને કારણે જ ડિહાઈડ્રેશન પ્લાન્ટ ચાલે છે, જેને કારણે હજારો લોકોને રોજગારી મળે છે. સફેદ ડુંગળી ખેતરમાંથી બહાર નીકળ્યા બાદ બે કે ત્રણ દિવસમાં બગડી જાય છે, તેથી એને કટિંગ કરી કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવે છે, જે બે-ત્રણ વર્ષ સુધી સાચવી શકાય છે. મહુવામાંથી આ ડુંગળી જર્મની, યુરોપ, અમેરિકા જેવા દેશોમાં જાય છે. જોકે ડિહાઈડ્રેશનમાં તૈયાર થતા માલના 98 ટકા એક્સપોર્ટ થાય છે, જેને કારણે 600 કરોડ જેટલું વિદેશી હૂંડિયામણ પણ મહુવામાં આવે છે, પરંતુ ડિહાઈડ્રેશન પ્લાન્ટની પરિસ્થિત કંઈક અલગ છે.
ડિહાઈડ્રેશન એસોસિયેશન પ્રમુખ મનોજભાઈ જણાવ્યું હતું કે એકતરફ ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળતા નથી, બીજી તરફ ઇન્ટરનેશનલ માર્કેટમાં અમેરિકા અને ઇજિપ્ત નીચા ભાવે ડુંગળી ખરીદી ઊંચા ભાવે બજારમાં વેચે છે. નિકાસકારો ઉત્પાદનખર્ચ ઘટાડવા ખેડૂતોને પૂરતા ભાવ આપતા નથી. આ તમામ કારણોથી ખેડૂતો ડુંગળીના વાવેતરથી ખસી રહ્યા છે. આ તમામ પાસાઓની અસર ડિહાઇડ્રેશન પ્લાન્ટ પર પડી છે. એક તરફ ખેડૂત ડૂબતો જાય છે, બીજી બાજુ અત્યારે એવી પરિસ્થિતિ એવી છે કે ડિહાઇડ્રેશન પ્લાન્ટનો બિઝનેસ પણ ડૂબી રહ્યો છે. વધુ વિગત જાણવા માટે વિડિયો પર ક્લિક કરોઃ
Published by:Sanjay Joshi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર