Home /News /kutchh-saurastra /

મહુવા: તળાજામાં ભાજપના પૂર્વ નગર સેવકની છરીના ઘા મારી જાહેરમાં હત્યા

મહુવા: તળાજામાં ભાજપના પૂર્વ નગર સેવકની છરીના ઘા મારી જાહેરમાં હત્યા

મહુવાના તળાજામાં ભાજપના માજી નગર સેવક નાસીર પઠાણની જાહેરમાં છરીના ઘા મારી હત્યા કરવામાં આવી.

મહુવાના તળાજામાં ભાજપના માજી નગર સેવક નાસીર પઠાણની જાહેરમાં છરીના ઘા મારી હત્યા કરવામાં આવી.

    રાજ્યભરમાં એક બાદ એક લૂંટ, હત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. આ વખતે હત્યાની ઘટના સામે આવી છે. આ ઘટના મહુવાના તળાજામાં બની છે. અહીં વ્યક્તિની સરા જાહેર છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, મહુવાના તળાજામાં ભાજપના માજી નગર સેવક નાસીર પઠાણની જાહેરમાં છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, આ ઘટના જે જગ્યાએ બની તે જગ્યા પર લોકોની અવર જવર પણ ખુબ હોય છે, ત્યારે સરા જાહેર એક વ્યક્તિની છરીના ઘા મારી હત્યા કરી દેવામાં આવતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

    ભાજપના મારી નગર સેવક જ્યારે તળાજાના સરતાનપર રોડ પર બાપાસિતારામ મઢુલી પાસેથી જઈ રહ્યા હતા તે સમયે અચાનક હુમલાખોરોએ તેમને રોકી છરીના ઘા મારી દીધા, લોકો કઈ સમજે તે પહેલા તો હુમલાખોરો હુમલો કરી પલાયન થઈ ગયા. પ્રાથમિક અનુમાન અનુસાર નાસીર પઠાણની જુની અદાવતના કારણે હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

    હત્યાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. પોલીસે લાસનો કબ્જો લઈ પીએમ મોટે નજીકની હોસ્પિટલ મોકલી હત્યા કોને અને કયા કારણસર કરી તે બાજુ તપાસ હાથ ધરી છે.

    ઉલ્લેખનીય છે કે, ભાજપના આગેવાન નસીબખાન પઠાણ ઉર્ફે ચિનુભાઇ પઠાણની તળાજા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રહી ચૂક્યા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: BJP's former councilor nasir pathan, Killed in talaja, Mahuva, Nasir pathan, Nasir pathan murder, Talaja

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन