અંતે કનુભાઇ કોંગ્રેસમાં જોડાયા, દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા બાદ સત્તાવાર જાહેરાત

News18 Gujarati
Updated: July 11, 2018, 9:55 PM IST
અંતે કનુભાઇ કોંગ્રેસમાં જોડાયા, દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા બાદ સત્તાવાર જાહેરાત
News18 Gujarati
Updated: July 11, 2018, 9:55 PM IST
સૌરાષ્ટ્રભરમાં ગરીબો માટે સેવાકીય કામ માટે જાણીતા કનુભાઇ કલસરિયા કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. બુધવારે તેઓ દિલ્હી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ આ નિર્ણય લીધો હતો. કનુભાઇ મહુવાના પૂર્વ ધારાસભ્ય હતા.

મહુવાના પૂર્વ ધારાસભ્ય ડો કનુભાઈ કલસરિયાએ દિલ્હી ખાતે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ કનુભાઇ કોંગ્રેસમાં જોડાયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. કનુભાઇ કોંગ્રેસમાં જોડાવાની સાથે જ સૌરાષ્ટ્રના રાજકારણમાં અનેક તર્કવિતર્ક સર્જાયા છે. કનુભાઈ આહીર સમાજ સહિત દરેક સમાજમાં સારું એવું સ્થાન અને માન ધરાવે છે. આ સિવાય તેઓ ગરીબો માટે સામાન્ય માણસો માટે તેમને અનેકો સફળ આંદોલનો કર્યા છે.

કનુભાઇના કોંગ્રેસમાં આવવાથી ફાયદો થશે તે આવનારો સમય કહેશે, પરંતુ હાલ કનુભાઈને કોંગ્રેસમાં લાવવા પાછળ રાજુલાના યુવા ધારાસભ્યનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર સહિતના અમરેલીના કોંગ્રેસના કાર્યકરોએ કનુભાઈના કોંગ્રેસ પ્રવેશથી ખુશી વ્યક્ત કરી હતી.
First published: July 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...