મહુવામાં મોરારિબાપુએ શ્રેષ્ઠ વક્તાને તુલસી એવોર્ડથી સન્માનિત કર્યા

News18 Gujarati
Updated: August 17, 2018, 3:06 PM IST
મહુવામાં મોરારિબાપુએ શ્રેષ્ઠ વક્તાને તુલસી એવોર્ડથી સન્માનિત કર્યા

  • Share this:
ભાવનગર: મહુવા કૈલાસ ગુરુકુળ ખાતે મોરારિબાપુએ તુલસી જ્યંતીના અવસરે વ્યાસ,વાલ્મિકી અને તુલસી એવોર્ડથી વિવિધ વિદ્વાનોને સન્માનિત કર્યા છે. સારુ લેખન,સાહિત્ય અને વ્યકત્વ્યો આપનારને સન્માન આપવામા આવ્યુ હતુ.

મહુવા કૈલાસ ગુરુકુળ ખાતે વર્ષ 2009થી શ્રવણ સુદ સાતમના રોજ તુલસી જ્યંતીના દિવસે માનસ કથા, તુલસી સાહિત્ય, ઉપર વક્તવ્યો, ગાન, અધ્યયન,સંશોધન, લેખન માટે જેમને જીવન સમર્પિત કર્યું હોય તેવા વિદ્વાનોને સ્નમાનિત કરવામાં આવ્યા છે. સાધુ-સંત, કથાકાર, અધ્યાપક, લેખક કે વક્તાને તુલસી એવોર્ડ આપવામાં આવ્યો છે અને સાથે પ્રત્યેક વિદ્વાનોને વંદના પત્ર, સુત્રમાળા,અને 125000ની સન્માન રાશિથી સન્માનિત કરવામાં આવે છે.

જેમાં આ વર્ષે તુલસી જ્યંતીના દિવસે માધવ ગોડેશ્વર વૈષ્ણવાચાર્ય,પુણ્ડરીક ગૌસ્વામીજી મહારાજ વૃંદાવન વાલ્મિકી એવોડ , પૂ.રમેશભાઈ ઓઝા હરિમંદિર પોરબંદર ,વ્યાસ એવોર્ડ, જગતગુરુ અનંત વિભૂષિત શંકરાચાર્ય સ્વામી દિવ્યાનંદતીર્થજી મહારાજ, સ્વામી શ્રવણાનંદ સરસ્વતીજી મહારાજ વૃંદાવન અને ડો.શ્રીમતી જ્ઞાનવતી અવસ્થી, રેવા મધ્યપ્રદેશને તુલસી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
First published: August 17, 2018, 2:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading