ફુલેકામાં ફાયરિંગ,પુરાવા અભાવે રવિન્દ્રના કાકા નિર્દોષ છુટ્યા

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 30, 2017, 5:45 PM IST
ફુલેકામાં ફાયરિંગ,પુરાવા અભાવે રવિન્દ્રના કાકા નિર્દોષ છુટ્યા
રાજકોટઃક્રિકેટર રવિન્દ્ર જાડેજાના લગ્નના ફૂલેકામાં હવામાં ફાયરિંગ કરાયું હતા આ મામલે વિવાદ બાદ જાડેજાના કૌટુંબિક કાકા ક્રિપાલસિંહ વિરૂદ્ધ હવામાં ફાયરિંગ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. ગોડલ કોર્ટે આજે ચુકાદો જાહેર કરતા ક્રિપાલસિંહને નિર્દોષ મુક્ત કર્યા છે. 17 એપ્રિલના રોજ રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સીઝન્સ હોટલમાં રવિન્દ્ર અને રીવાબાના લગ્ન યોજાયા હતા.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 30, 2017, 5:45 PM IST
રાજકોટઃક્રિકેટર રવિન્દ્ર જાડેજાના લગ્નના ફૂલેકામાં હવામાં ફાયરિંગ કરાયું હતા આ મામલે વિવાદ બાદ જાડેજાના કૌટુંબિક કાકા ક્રિપાલસિંહ વિરૂદ્ધ હવામાં ફાયરિંગ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. ગોડલ કોર્ટે આજે ચુકાદો જાહેર કરતા ક્રિપાલસિંહને નિર્દોષ મુક્ત કર્યા છે. 17 એપ્રિલના રોજ રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સીઝન્સ હોટલમાં રવિન્દ્ર અને રીવાબાના લગ્ન યોજાયા હતા.

ravindra jadeja1

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના 17 એપ્રિલ 2016ના રોજ લગ્ન યોજાયા હતા. આ પ્રસંગે ફૂલેકામાં જોશમાં આવી જાડેજાના કૌટુંબિક કાકા ક્રિપાલસિંહે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જાડેજા તરફથી વકીલ કુલદીપસિંહ જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે, પૂરાવાના અભાવે ફાયરિંગ કરનાર ક્રિપાલસિંહ જાડેજાને આજે કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયા છે.

કોણ છે ક્રિપાલસિંહ જાણો

જાડેજાના મેરેજમાં હવામાં ઉત્સાહમાં ફાયરિંગ કરનાર ક્રિપાલસિંહ જામનગરના હાડાટોડા ગામમાં રહે છે અને ખેતીવાડી ધરાવે છે. જામનગર કલેક્ટર તરફથી 3 ફેબ્રુઆરી 2013થી 31 ડિસેમ્બર 2016 સુધીના હથિયાર પરવાનાવાળી રિવોલ્વર ધરાવે છે.
First published: January 30, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर