ખાણખનીજ આવકમાં ભાવનગર રાજ્યમાં છઠ્ઠા ક્રમે, 33.18 કરોડની આવક કરી

News18 Gujarati
Updated: July 8, 2019, 2:00 PM IST
ખાણખનીજ આવકમાં ભાવનગર રાજ્યમાં છઠ્ઠા ક્રમે, 33.18 કરોડની આવક કરી
પ્રતિકાત્મક તસવીર

ભાવનગર જિલ્લા ખાણખનીજ વિભાગએ ગત વર્ષમાં 33.18 કરોડની આવક કરી છે. 197 જેટલી લીઝોને મંજૂરી બાદ કાર્યરત હોઈ તેથી આવકમાં વધારો થયો છે.

  • Share this:
ચિરાગ ત્રિવેદીઃ ભાવનગર જિલ્લા ખાણખનીજ વિભાગએ ગત વર્ષમાં 33.18 કરોડની આવક કરી છે. 197 જેટલી લીઝોને મંજૂરી બાદ કાર્યરત હોઈ તેથી આવકમાં વધારો થયો છે. 77 લાખ જેવી ખનીજ ચોરી પણ ઝડપી લેવામાં આવી છે. તો તંત્ર દવે ડ્રોન દ્વારા અને સીસીટીવી મારફત ખનીજ ચોરો પર નજર રાખશે

ભાવનગર જિલ્લામાં ખાણખનીજ વિભાગ દ્વારા 33 કરોડ 18 લાખ જેવી રકમની આવક કરીને સરકારને આપી છે. જિલ્લા કલેકટર દ્વારા ૧૯૭ જેટલી લીઝોને મંજૂરીઓ આપ્યા બાદ આવકમાં વધારો થયો છે જિલ્લામાં કલેકટર કચેરીની ખાણખનીજ વિભાગની કામગીરી શ્રેષ્ઠ બનવાથી રાજ્યમાં જીલ્લો છઠ્ઠા ક્રમે આવી ગયો છે જિલ્લામાં હજુ પણ ખનીજ ચોરીને અટકાવવા માટે તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

77 લાખ જેવી ગત વર્ષમાં ખનીજ ચોરી પણ ઝડપી લેવામાં આવી છે. કલેકટર દ્વારા હવે ખનીજ ચોરી અટકાવવા માટે ડ્રોન અને સીસીટીવી લગાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવશે. જેને પગલે ચોરીઓ થતી અટકાવી શકાય જો કે હાલની આવકને પગલે હવે તંત્ર હવે વધુ આવક મેળવવા મહેનત કરી રહી છે. જેથી સરકારની તિજોરીમાં વધારો કરી શકાય.

ભાવનગર જિલ્લામાં ખનીજ આવક માટે સ્થાનિક તંત્ર દ્વારા કરતી મેહનતને પગલે આવક 33.18 કરોડ રૂપિયે પોહચી છે. અને હવે તંત્ર ખનીજ ચોરો સામે નજર રાખવા માટે સીસીટીવી અને ડ્રોનની પણ મદદ લેવાનું છે. જેથી સરકારની તિજોરીમાં વધારો કરી શકાય. જોકે તંત્ર આધુનિક સાધનોના ઉપયોગ બાદ આવકમાં શું વધારો કરી શકેશે. અને ખનીજ ચોરોને ઝડપવામાં સફળ થશે કે કેમ તે એક પ્રશ્ન જરૂર ઉભો થાય છે.
First published: July 8, 2019
વધુ વાંચો
अगली ख़बर