ભાવનગરમાં નિસર્ગ વાવાઝોડાની અસર: પવન સાથે ભારે વરસાદ, ઘરોમાં પાણી ભરાયા, અનેક વૃક્ષો ધરાશાયી

News18 Gujarati
Updated: June 1, 2020, 5:46 PM IST
ભાવનગરમાં નિસર્ગ વાવાઝોડાની અસર: પવન સાથે ભારે વરસાદ, ઘરોમાં પાણી ભરાયા, અનેક વૃક્ષો ધરાશાયી
ઘરોમાં પાણી ભરાયાની તસવીર

નિસર્ગ વાવાઝોડાની અસર ગુજરાતના દરિયા કાંઠે જોવા મળી રહી છે. ભાવનગરમાં આ વાવાઝોડાની અસરના પગલે સોમવારે બપોરે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.

  • Share this:
ભાવનગરઃ હવામાન વિભાગની વાવાઝોડાની આગાહીના પગલે નિસર્ગ વાવાઝોડાની (nisarga cyclone) અસર ગુજરાતના (Gujarat) દરિયા કાંઠે જોવા મળી રહી છે. ભાવનગરમાં (Bhavnagar) આ વાવાઝોડાની અસરના પગલે સોમવારે બપોરે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે લોકોના ઘરોમાં પાણી ભારાય હતા. જ્યારે તોફાની પવન સાથે વરસાદથી અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડ પ્રસરી હતી જેથી લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી હતી.

મળતી માહિતી પ્રમાણે આજે સોમવારે ભાવનગર વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો થયો હતો. અને ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો. બપોરના સમયમાં આ વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે ઉનાળામાં પણ સોમાસા જેવો માહોલ સર્જાયો હતો. એક તરફ વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. તો બીજી તરફ વરસાદી પાણી લોકોના ઘરોમાં ભરાતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.

આ ઉપરાંત આ નિસર્ગ વાવાઝોડાની અસર ભાવનગર વિસ્તારમાં દેખાઈ હતી. ભારે પવન અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. સાથે સાથે આ વિસ્તારના ખેડૂતોમાં પણ ચિંતા ફેલાઈ હતી.

મળતી માહિતી પ્રમાણે વરસાદના કારણે ભાવનગર શહેરમાં આવેલી શિવ-શક્તિ-૨ સોસાયટીના ઘરોમાં પાણી ભરાયા હતા. ભાવનગરમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાનો પ્રશ્ન છેલ્લા ચાર વર્ષથી ચાલી આવ્યો છે. વિસ્તારનાં લોકો દ્વારા કોર્પોરેટર અને કુંભારવાડા વોર્ડ પ્રમુખ ને જાણ કરવાથી લેખિત, મૌખિકમાં અને વિડીયો દ્વારા રજૂઆત કરવામાં આવી છતાં હજી પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી.

હાદાનગર વિસ્તારના કોર્પોરેટર હરેશભાઈ મકવાણા અને કોપોરેટર લીલાબેન ખીજડીયા લોકો રજૂઆત કરે તો એમ કહે છે અમે જોવડાવી લઈશું. છેલ્લા ચાર વર્ષથી આ પ્રશ્ન છે અને નગરસેવકો અત્યારે ન આવી શકીએ એવા જવાબો આપે છે. લીલાબેન ખીજડીયા લેખિતમાં રજૂઆત કરેલ છે. મૌખીક ઘણી વખત રજૂઆત કરેલ છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ અરજી આપેલ છે. લોકો નાં ઘર ની ખાદ્ય સામ્રગી ધરની વસ્તુ ઓ નુકશાન થયેલ છે. આના જવાબ દાર કોણ તો કોર્પોરેટર લીલાબેન ખીજડીયા એમ કહે અમે શું કરીએ પાણીનો ભરાવો થાય છે. કોર્પોરેશન જવાબદારી લેતું નથી લોકો પરેશાની ભોગવી રહયા છે.
First published: June 1, 2020, 5:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading