હોમગાર્ડ્ઝના 39965 જવાનોને 3 માસથી માસિક ભથ્થુ ન ચુંકવાતા હાઇકોર્ટમાં રીટ

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 30, 2017, 7:53 PM IST
હોમગાર્ડ્ઝના 39965 જવાનોને 3 માસથી માસિક ભથ્થુ ન ચુંકવાતા હાઇકોર્ટમાં રીટ
અમદાવાદઃરાજ્યભરમાં હોમગાર્ડ્ઝના 39965 જવાનોના મુદ્દા પર હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ છે.હાઈકોર્ટે સરકારી વકીલને નિર્દેશ આપ્યો છે કે રાજ્ય સરકાર પાસેથી સુચના મેળવો કે હોમગાર્ડ્ઝના જવાનો અને તેમને ચુકવવામાં આવતાં ભથ્થા અંગે શું સ્થિતિ છે અને તેની માહિતી આપો.આ કેસની વધુ સુનાવણી પહેલી ફેબ્રુઆરીએ હાથ ધરાશે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 30, 2017, 7:53 PM IST
અમદાવાદઃરાજ્યભરમાં હોમગાર્ડ્ઝના 39965 જવાનોના મુદ્દા પર હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ છે.હાઈકોર્ટે સરકારી વકીલને નિર્દેશ આપ્યો છે કે રાજ્ય સરકાર પાસેથી સુચના મેળવો કે હોમગાર્ડ્ઝના જવાનો અને તેમને ચુકવવામાં આવતાં ભથ્થા અંગે શું સ્થિતિ છે અને તેની માહિતી આપો.આ કેસની વધુ સુનાવણી પહેલી ફેબ્રુઆરીએ હાથ ધરાશે.

હાઈકોર્ટે ટકોર કરી છે કે હોમગાર્ડ્ઝના જવાનોને વળતર ન ચુકવવાથી તેમની માનસિકતાને અસર થઈ શકે છે તેઓ તેમની ફરજને યોગ્ય ન્યાય આપી નહીં શકે. આ પાયાના જવાનોને છે અને તેના લીધે રાજ્યના કાયદો અને વ્યવસ્થાને પણ અસર થાય છે.સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, રાજ્યમાં હોમગાર્ડ્ઝના જવાનોને છેલ્લા ત્રણ મહિનાથી પણ વધુ સમયથી માસિક ભથ્થુ આપવામાં આવ્યુ નથી.

જેના લીધે તેમની અને પરિવારજનોની આર્થિક હાલત કફોડી બની છે.જો કોઈ ફરિયાદ કરે તો તેમને ટર્મિનેટ કરવામાં આવે છે.બીજી તરફ રાજ્ય સરકારની રજૂઆત હતી કે હોમગાર્ડ્ઝના જવાનોને નિયમ મુજબ માસિક ભથ્થુ ચુકવવામાં આવે છે.મહત્વનુ છે કે સરકારી વકીલ પાસે અરજી સંદર્ભે માહિતીનો અભાવ
નજરે પડ્યો હતો અને હાઈકોર્ટે તેમને માર્મિક ટકોર પણ કરી હતી.
First published: January 30, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर