મહુવા : હિંદુ-મુસ્લિમ છોકરાઓના ઝઘડા બાદ હથિયારો સાથે ટોળું નીકળ્યું

News18 Gujarati
Updated: April 3, 2019, 12:46 PM IST
મહુવા : હિંદુ-મુસ્લિમ છોકરાઓના ઝઘડા બાદ હથિયારો સાથે ટોળું નીકળ્યું
મોડી રાત્રે મહુવા પોલીસ સ્ટેશનની બહાર મુસ્લિમ સમુદાયનું ટોળું એકઠું થયું હતું.

ઝગડાના લીધે અમુક સમુદાય ના 500 થી વધારે લોકોનું ટોળું એકઠું થયું હતું. કોમી ટોળાઓ એકઠા થતા પોલીસે મહુવાની દુકાનો બંધ કરાવી હતી.

  • Share this:
અનિલ માઢક, મહુવા: મહુવા મહુવાનેફરી કોમવાદનું ગ્રહણ લાગ્યું છે. ગઈકાલે મહુવા શહેરમાં હિન્દૂ-મુસ્લિમ છોકરાઓનો ઝઘડો થયો હતો આ ઝઘડાએ મોટું સ્વરૂપ લીધી હતુ. ઝઘડા બાદ અમુક ગ્રુપ ના લોકો ઘાતક હથિયારો સાથે બજારમાં નીકળ્યા હતા. ઝઘડાના લીધે અમુક સમુદાય ના 500 થી વધારે લોકોનું ટોળું એકઠું થયું હતું. કોમી ટોળાઓ એકઠા થતા પોલીસે મહુવાની દુકાનો બંધ કરાવી હતી. મોડી રાત સુધી આ ઝઘડના કારણે શહેરમાં અજંપાભરી સ્થિતિ પ્રવર્તી ગઈ હતી.

પ્રાપ્ત અહેવાલો મુજબ, મહુવામાં ગઈકાલે હિંદુ-મુસ્લિમો વચ્ચે મારામારીના બે બનાવો બન્યા હતા. એક ઘટનામાં નહેરૂ વસાહતમાં રહેતા મુયર પરમારની બાઇક અથડાતા તેને ચાર શખ્સોએ માર માર્યો હતો. મયુર પરમારે મહુવાના ફારૂક ઈસ્માઇલ સંધિ, અલફાઝ થતા બે અજાણ્યા શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ અન્ય એક કિસ્સામાં હિંદુ યુવકોએ મુસ્લિમ યુવકોને માર મારવાની ઘટના સામે આવી હતી.

મારામારીની બંને ઘટના બાદ મોડી રાત્રે મુસ્લિ સમુદાયનું ટોળું મહુવા પોલીસ સ્ટેશન બહાર આવી ગયું હતું અને તેમણે ધરણા દીધા હતા. મોડી રાત્રે પોલીસે યોગ્ય કાર્યવાહી કરવાની બાહેધરી આપતા ટોળુ વિખેરાયું હતું. આમ ફરીથી એક વાર મુહવા શહેરની કોમી એકતા ડહોળાઈ હતી.
First published: April 3, 2019, 9:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading