Home /News /kutchh-saurastra /

લો બોલો! હવે ભાવનગરમાં લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન હેલ્થ ATM રાખશે

લો બોલો! હવે ભાવનગરમાં લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન હેલ્થ ATM રાખશે

હેલ્થ એટીએમની તસવીર

આપને પૈસાનું પાણીનું એટીએમ જોયું હશે પણ હવે આધુનિક યુગમાં હેલ્થ એટીએમ આવી રહ્યું છે. ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા હેલ્થ એટીએમનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

    ચિરાગ ત્રિવેદી, ભાવનગરઃ આપને પૈસાનું પાણીનું એટીએમ જોયું હશે પણ હવે આધુનિક યુગમાં હેલ્થ એટીએમ આવી રહ્યું છે. ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા હેલ્થ એટીએમનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ એટીએમ હવે લોકોની બીપી, ડાયાબીટીસ જેવા અનેક રોગનું તાત્કાલિક નિરીક્ષણ કરશે અને સીધી દવા માટે જણાવશે એટલે હવે લોકોને સીધું મશીન તપાસી લેશે. યોલો હેલ્થ મશીન વસાવવા માટે જિલ્લા પંચાયત વિચારના કરી રહ્યું છે. જો ખરીદી થશે તો રાજ્યમાં પ્રથમ ભાવનગર જીલ્લો બનશે.

    ભાવનગર જિલ્લા પંચાયતમાં યોલો હેલ્થ મશીન લાવવામાં આવ્યું હતું. આ એટીએમ મશીન છે જેમાં હવે મનુષ્યની તબિયત ખરાબ હશે તો સીધું મશીન સામે રાખવાથી તેની તપાસ થશે. અને તેની દવા પણ કઈ લેવી તે જણાવશે. આ મશીન એક દિવસ માટે જિલ્લા પંચાયતામાં લાવવામાં આવ્યું હતું અને ટેસ્ટ લેવામાં આવ્યો હતો. યોલો હેલ્થ પેરામેડીકલ સ્ટાફ પણ ઉપયોગ કરી શકશે જેમાં વજન, ઉંચાઈ, બીપી, ટેમ્પરેચર, સુગર, એચબી, મેલેરિયા, ડેન્ગ્યું,ટાયફોડ, ઈસીજી, કોલેસ્ટ્રોલ, જેવા ટેસ્ટ કરી શકાશે. યોલો હેલ્થ મશીનમાં કોઈ પણ વ્યક્તિનો ડેટા સેવા કરી શકશે. જે મોબાઈલથી પણ તેની વિગતો નેટ મારફત મેળવી શકશે.

    આ મશીનમાં વધુ તકલીફ દર્દીને હોઈ તો ડોક્ટર સાથે લાઈવ કરી શકશે અને સલાહ પણ મેળવી શકાશે. જિલ્લા પંચાયત દ્વારા મશીન ખરીદી માટે હાલ વિચારણા ચાલી રહી છે હવે પાણી પૈસા બાદ આરોગ્ય માટેનું મશીન આવતા આરોગ્ય ક્ષેત્ર પણ સરળ થવાની સંભાવનાઓ રહી છે.

    ભાવનગર જિલ્લા પંચાયત હમેશા કઈક નવીન કરવામાં અગ્રેસર રહ્યું છે ત્યારે હવે હેલ્થ માટેનું એટીએમ મશીન લાવીને પંચાયત ફરી નવીનતા ક્ષેત્રે કશુક કરવા વિચારી રહી છે. જોકે હાલ નિરીક્ષણ પુરતું જિલ્લા પંચાયત દ્વારા ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. પણ જો વિકસાવવામાં આવશે તો જિલ્લા પંચાયત ફરી રાજ્યમાં કઈક નવીનતામાં અગ્રેસર થશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Peoples, Saurashtra, ભાવનગર

    આગામી સમાચાર