ભાવનગર : રમતાં રમતાં એક વર્ષની પ્રિયાંશીનું માથું કૂકરમાં ફસાઈ ગયું, 45 મિનિટ ઑપરેશન કરી માથું બહાર કાઢ્યું - Video

News18 Gujarati
Updated: June 13, 2020, 10:31 AM IST
ભાવનગર : રમતાં રમતાં એક વર્ષની પ્રિયાંશીનું માથું કૂકરમાં ફસાઈ ગયું, 45 મિનિટ ઑપરેશન કરી માથું બહાર કાઢ્યું - Video
તબીબોએ ઓપરેશન વખતે ઑક્સિજનલ લેવલ ન ઘટે અને ઇજા ન પહોંચે તેની પણ તકેદારી રાખી હતી.

ભાવનગરની પીરછલ્લા શેરીમાં રહેતા ધર્મેશભાઈ વાળા ની એક વર્ષની દીકરી પ્રિયાંશી પોતાના ઘરે રમતી હતી ત્યારે રમતા રમતા માથામા કુકર સલવાઇ ગયેલ હતું.

  • Share this:
ભાવનગર : ભાવનગર શહેરમાં ગઈકાલે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો હતો. શહેરની સરકારી હૉસ્પિટલમાં એક 1 વર્ષની બાળકી કૂકરમાં માથું ફસાયેલી હાલતમાં લાવવામાં આવી હતી. એક તબક્કે ખૂબ ક્રિટિકલ લાગતી આ ઘટનાને તબીબોએ કૂનેહતા પૂર્વક સોલ્વ કરી હતી. સર ટી.હૉસ્પિટલની ટીમે બાળકીના માથામાં ફસાઈ ગયેલ કૂકરને પોણો કલાકની મહેનત બાદ બહાર કાઢ્યું હતું.

બનાવની વિગત એવી છે કે ભાવનગરની પીરછલ્લા શેરીમાં રહેતા ધાર્મિકભાઈ વાળાની એક વર્ષની દીકરીના માથામાં ફસાઈ ગયેલા કૂકરને સર ટી.હૉસ્પિટલના ડોકટરોની ટીમે 45 મિનિટની જહેમત બાદ તોડીને બહાર કાઢ્યું હતું.

આ પણ વાંચો :  અજબ પ્રેમ કહાની: લૉકડાઉનમાં યુવતી થઈ ગુમ, તપાસ કરી તો PSI સાથે જ લગ્ન કર્યા હતા

ભાવનગરની પીરછલ્લા શેરીમાં રહેતા ધર્મેશભાઈ વાળા ની એક વર્ષની દીકરી પ્રિયાંશી પોતાના ઘરે રમતી હતી ત્યારે રમતા રમતા માથામા કૂકર સલવાઇ ગયેલ હતું, ઘરના લોકોએ પ્રયત્ન કરવા છતા કૂકર ન નીકળતા, બાળકને અત્રેની સર ટી. હૉસ્પિટલ ખાતેના તાત્કાલિક સારવાર વિભાગમા લાવેલ જ્યાં ફરજ પરના બાળરોગના ડોકટર, ઓર્થો પેડિક વિભાગના ડોકટર અને નર્સિંગ સ્ટાફે બુદ્ધિ પૂર્વકની સઘન 45 મિનિટની સઘન મહેનતના અંતે તે બાળકી ના માથામાથી કૂકર કાઢવામાં સફળ રહ્યા હતા.આ પણ વાંચો :  #Photos : આ લોકોએ જુગાડબાજીમાં 'PHD' કરી છે, ફોટો જોઇને તમે પણ હસી પડશો

આ દરમ્યાન બાળરોગ વિભાગના ડોકટર ડો. મેહુલ ગોસાઈ, ડો. ઉન્નતિ શાહ, ડો. આદિત્ય નિખિલઈશ્વર, એડમીન હાર્દિક ભાઈ ગાથાણી, કૃષ્નાબેન, નર્સિંગ સ્ટાફ મનીષા બેન, તૃપ્તિ બેન અને સર ટી. હૉસ્પિટલની રેસ્ક્યુ ઑપરેશનમાં જોડાયેલી ટીમના તમામ સભ્યો દ્વારા બાળકના વાયટલસ જેવા કે પલ્સ, ઓકસીજન લેવલ તમામનું સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું.

બાળકના માથામાં ફસાયેલા આ કૂકર ને સિફતપૂર્વક બાળકને કશી જ ઇજા ના થાય એ રીતે કાઢી લેવાયું હતું. આજે ફરી એક વાર આજે સર ટી. હૉસ્પિટલના ડોકટરો, નર્સો અને તેમની ટીમ ની મહેનત રંગ લાવી હતી.
First published: June 13, 2020, 10:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading