આપણી વેલ્યુ એક ભજીયા જેટલી, ભજીયા ખવડાવી વોટ લઇ જાય છે: હાર્દિક

Network18 | News18 Gujarati
Updated: December 7, 2017, 12:31 PM IST
આપણી વેલ્યુ એક ભજીયા જેટલી, ભજીયા ખવડાવી વોટ લઇ જાય છે: હાર્દિક
ર્દિક પટેલે ભાવનગરમાં જાહેર સભા યોજી. આ થ્રીડી સભા છે જે 50થી વધુ સ્થળ પર લાઇવ કરવામાં આવી હતી. આ સભામાં પાટિદાર અને અન્ય સમાજનાં લોકોને પણ ટાંકીને સંબોધન કર્યુ હતું.
Network18 | News18 Gujarati
Updated: December 7, 2017, 12:31 PM IST
ભાવનગર: હાર્દિક પટેલે ભાવનગરમાં જાહેર સભા યોજી. આ થ્રીડી સભા છે જે 50થી વધુ સ્થળ પર લાઇવ કરવામાં આવી હતી.  આ સભામાં પાટિદાર અને અન્ય સમાજનાં લોકોને પણ ટાંકીને સંબોધન કર્યુ હતું. આ સંબોધનમાં તેણે ભાજપ સરકારને આડે હાથે લીધા હતાં. જેમાં તેણે સૌરભ ભાઇ પટેલનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આ લોકોને ભજીયા ચાઇનીઝ અને પાઉંભાજી ખવડાવીને આપણો વોટ લઇ જાય છે. આપણે લોકશાહીનું પર્વ ઉજવીયે છીએ ત્યારે આ લોકો માટે આપણી વેલ્યું માત્ર એક ભજીયા જેવી છે.

દરેક સમાજની અંદર પાડ્યા છે ભાગલા

વોટ માટે દરેક સમાજનાં ભાગલા પાડી દીધા છે. કોળી સમાજમાં, રાજપૂત સમાજમાં, પટેલ સમાજમાં માલધારી રબારી સમાજની અંદર અને આહીર સમાજનાં ભાગલાં પાડી દીધા

રો-રો ફેરી છે બંધ

પ્રધાનમંત્રી મોદીએ ચાલુ કરેલી રો-રો ફેરી સેવાનો ઉલ્લેખ કરતા હાર્દિક પટેલે કહ્યું કે, આ રો- રો ફેરી શરૂ કરી પણ તેનાં વાયદા પોકળ છે મને થયુ લાવ 35 મિનિટમાં હું પણ પહોંચી જવું. પણ રો-રો ફેરી બંધ છે. ભાવનગર, બોટાદનાં રસ્તાનાં તો ઠેકાણા નથી ને રો-રો ફેરીની વાતો કરે છે સરકાર.

કેમ કપાસ મગફળીનો ભાવ ન વધ્યો

350નો ગેસનો બાટલો 750નો થઇ ગયો.. દાળ, ખાંડ, તેલ,ચોખા, ગેસનો બાટલો, પેટ્રોલ ડિઝલ ભાવ વધ્યા પણ કપાસ અને મગફળીનાં ભાવ કેમ ન વધ્યા તે તમારે જાતે સમજવાનું છે.

First published: December 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर