તળાજાઃ અલ્ટ્રાટેક કંપની સામે સ્થાનિકોનું હલ્લાબોલ, માઇનિંગ કરવું પડ્યું બંધ

News18 Gujarati
Updated: August 6, 2018, 8:54 PM IST
તળાજાઃ અલ્ટ્રાટેક કંપની સામે સ્થાનિકોનું હલ્લાબોલ, માઇનિંગ કરવું પડ્યું બંધ
માતાજીનું ત્રિશુલ સ્થાપીને વિરોધ ક રતા કનુ કલસરિયા

  • Share this:
કોંગ્રેસ નેતા કનુ કલસરિયાએ ફરી એકવાર આંદોલન શરૂ કર્યું છે. ભાવનગરના તળાજા તાલુકાના નીચા કોટડાના બામભોર ગામ પાસે સિમેન્ટ કંપનીએ કરેલા માઈનિંગના વિરોધમાં કનુ કલસરિયાએ આંદોલનું એલાન કર્યું છે. અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની માઈનિંગ વાળી જગ્યામાં માતાજીનું ત્રિશુલ સ્થાપીને આંદોલનનો પ્રારંભ કરાયો. આ આંદોલનમાં આજુબાજુના ગામ લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. આશરે એક હજાર જેટલા સ્થાનિક લોકોએ એકઠાં થતાં કંપનીના માણસોએ માઇનિંગ બંધ કરીને જતા રહેવું પડ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે તળાજા તાલુકાના નીચા બામભોર ગામે સિમેન્ટ કંપની અલ્ટ્રાટેકના કર્મચારીઓએ માઇનિંગ કરવાની શરૂઆત કરી હતી. સ્થાનિક લોકોનો વિરોધ હોવા છતાં કંપનીના માણસોએ બામભોર ગામે માઇનિંગ કરવાનું શરૂ કર્યું હતું. આ અંગે જાણ થાં આજુબાજુના સ્થાનિક લોકોએ કોંગ્રેસના નેતા ડો. કનુ કલસરિયાને જાણ કરી હતી. જેથી કનુ કલસરિયા સાથે આશરે 1000 જેટલા લોકો માઇનિંગ વાળી જગ્યાએ પહોંચ્યા હતા. લોકોને આવતા જોઇને અલ્ટ્રાટેકના કર્મચારીઓએ માઇનિંગ બંધ કરીને સ્થળ છોડીને ભાગવું પડ્યું હતું.

કનુભાઇ કલસરિયા સાથે સ્થાનિક ખેડૂતો


ત્યારબાદ ડો. કનુ કલસરિયાએ આ જગ્યાએ માતાજીનું ત્રિશુલ સ્થાપીને આંદોલનનો પ્રારંભ કર્યો હતો. આ અંગે ડો. કનુ કલસરિયાએ જણાવ્યું હતું કે, અલ્ટ્રાટેક કંપની સામે ખેડૂતોનો પહેલાથી જ વિરોધ છે. સ્થાનિક ખેડૂતોને કોઇપણ ભોગે અંહી માઇનિંગ જોઇતું જ નથી. સ્થાનિકોનો વિરોધ હોવા છતાં પણ મંજૂરી મેળવીને કંપની માઇનિંગ શરૂ કર્યું છે. જેનો વિવિધ સ્તરે વિરોધ ચાલું જ છે. અલ્ટ્રાટેક કંપનીને કોઇપણ હિસાબે શરૂ માઇનિંગ કરવા દેવામાં નહીં આવે. કંપની સામે કાયદાકીય લડત ચાલુ જ છે અને છેલ્લે સુધી લડવા માટે સ્થાનિક ખેડૂતો પણ તૈયાર છે.

તેમણે વધુંમાં જણાવ્યું હતું કે, આગામી 12 ઓગસ્ટના દિવસે તલ્લી ગામમાં આ અંગે મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં કંપની સામે કેવી રીતે વિરોધ કરવો એ અંગે ચર્ચા કરવામાં આવશે અને આગળનો કાર્યક્રમ પણ ઘડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આશરે બે વર્ષ પહેલા અલ્ટ્રાટેકે માઇનિંગ શરૂ કર્યા પહેલા તળાજા તાલુકાના બામભોર, કોટડા અને જાજમેર જગ્યાએ પર્યાવરણ સુનાવણી યોજી હતી. જોકે, આ ત્રણે જગ્યાએ ખેડૂતોએ સંપૂર્ણ વિરોધ દર્શાવ્યો હતો. આમ છતાં કંપનીએ ગ્રીન ટ્રિબનલની મંજૂરી મેળવીને માઇનિંગ શરૂ કર્યું છે. બીજી તરફ ,સ્થાનિક ખેડૂતો દ્વારા કંપની સામે જુદા જુદા સ્તરે કાયદાકીય લડત પણ આપવામાં આવી રહી છે.
Published by: Ankit Patel
First published: August 6, 2018, 8:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading