મહુવા અને લાલપુરના ગામમાં લોકોએ મતદાનનો કર્યો બહિષ્કાર

News18 Gujarati
Updated: April 23, 2019, 1:11 PM IST
મહુવા અને લાલપુરના ગામમાં લોકોએ મતદાનનો કર્યો બહિષ્કાર
ભારતીબેન શિયાળ (બીજેપી ઉમેદવાર)

ભાવનગર લોકસભા બેઠકના તળાજા તાલુકાના ધારડી ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : દેશમાં ત્રીજા તબક્કાની ચૂંટણી માટે આજે (મંગળવારે) મતદાન યોજાયું છે. ગુજરાતની તમામ 26 બેઠકો માટે આજે એક સાથે મતદાન યોજાયું છે. ચૂંટણી દરમિયાન તમામ લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ દરમિયાન ભાવનગર અને જામનગર બેઠકના બે ગામમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જામનગરમાં બીજેપી તરફથી પૂનમ માડમ અને કોંગ્રેસ તરફથી મૂળુભાઈ કંડોરિયા ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ભાવનગરમાં ભાજપ તરફથી ભારતીબેન શિયાળ અને કોંગ્રેસ તરફથી મનહર પટેલ ચૂંટણી લડી રહ્યા છે.

ધારડી ગામે મતદાનનો બહિષ્કાર

ભાવનગર લોકસભા બેઠકના તળાજા તાલુકાના ધારડી ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. ગામના બે બૂથમાં 1309નું મતદાન છે, પરંતુ 11 વાગ્યા સુધી બૂથ ન.2 માં માત્ર એક મત પડ્યો છે. ગ્રામજનોએ મતદાનનો વિરોધ નોંધાવ્યો છે. આ ગામમાં નેશનલ હાઇવે બની રહ્યો હોવાથી અહીં ગામ લોકોએ ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી હતી. આ માંગણી ન સંતોષવામાં આવતા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. મતદાનનો બહિષ્કાર કરતાની સાથે સાથે ગામના લોકોએ બૂથ બહાર રામધૂન બોલાવી હતી.

જામનગર જિલ્લાના લાલપુર તાલાકુના ભણગોર ગામમાં પણ લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. મળતી માહિતી પ્રમાણે સરકાર તરફથી ગામના ખેડૂતોને પાક વીમાની રકમ હજી સુધી ચુકવવામાં આવી ન હોવાથી મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.

અનેક જગ્યાએ ઈવીએમ ખોટવાયા

મતદાનની સાથે સાથે આજે રાજ્યમાં અનેક જગ્યાએ ઈવીએમ ખોટવાયા હોવાની ફરિયાદો મળી રહી છે. ચૂંટણી અધિકારીઓ તરફથી ખોટવાયેલા ઈવીએમને તાત્કાલિક બદલી દેવાની કામગીરી કરવામાં આવી રહી છે.
First published: April 23, 2019, 11:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading