ડુંગળીના ઘટેલા ભાવો ઉત્પાદન કરનાર અને ખરીદનાર બંનેને રડાવી રહ્યા છે કારણ કે ખેડૂતોને યાર્ડમાં ભાવ મળતા નથી અને બજારમાં ગૃહિણીને ભાવ ઘટતા નથી.ભારે મહેનત અને માથે દેણા કરીને ડુંગળી પકવતા ખેડૂતો પાસેથી યાર્ડમાં માત્ર એક કે બે રૂપિયા કિલોના ભાવે ડુંગળી ખરીદવામાં આવી રહી છે. એટલું જ નહીં ડુંગળી ખરીદનારી ગૃહેણીઓ પાસેથી કિલોએ 10થી 20 રૂપિયા ચૂકવવા પડી રહ્યાં છે.
ભાવનગર જીલ્લામાં ડુંગળીની મબલખ આવક છે પરંતુ યાર્ડમાં ડુંગળીના ભાવ ખેડૂતને રડાવી રહ્યા છે. એક રૂપિયાથી લઈને બે રૂપિયા કિલોના ભાવે ડુંગળીની ખરીદી કરાતાં ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. બીજી બાજુ ખેડૂતોએ ઉત્પાદન કરેલી ડુંગળી ગૃહિણી સુધી પહોંચતા જ એજ ડુંગળીનો ભાવ રૂપિયા 10થી 20 સુધી પહોંચી ગયો છે. આ પાછળનું કારણ કહેવામાં આવી રહ્યું છે કે વચેટિયાઓ છે.
યાર્ડમાંથી મોટા વેપારીઓ ડુંગળીની ખરીદી કરે છે, ત્યારબાદ રિટેલરો મોટા વેપારી પાસેથી ખરીદી કરે છે. પરંતુ આ બંને વચ્ચે કિંમતમાં વધારો થતો રહે છે. રૂપિયામાં 2માં ખરીદેલી ડુંગળી 10 સુધી પહોંચી જાય છે. ત્યારબાદ ગ્રાહક સુધી પહોંચતી ડુંગળીમાં વધુ એક-બે રૂપિયાનો ભાવ વધારો થઇ જાય છે. એવામાં લેભાગુ તત્વો પોતાનો ચોખ્ખો નફો કમાઇ રહ્યાં છે. એટલું જ રિટેલરોનું માનવું છે કે તેઓ જથ્થાબંધ વેપારી પાસેથી ડુંગળી ખરીદે છે પણ તેને ડુંગળીની સાચી કિંમત ખબર હોતી નથી.
એવામાં સવાલ એ છે ગ્રહેણી અને ખેડૂત બંનેને રોવાનો વારો આવ્યો છે, બીજી બાજુ ખેડૂતો માટે કામ કરતી હોવાનો દાવો કરતી સરકાર ડુંગળીના નિશ્ચિત ભાવ કેમ નક્કી નથી કરતી ?
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર