Video: ભાવનગરની સભામાં જીતુ વાઘાણીની લપસી જીભ, પાટીલને બદલે ફળદુને કહી દીધા પ્રદેશ પ્રમુખ

Video: ભાવનગરની સભામાં જીતુ વાઘાણીની લપસી જીભ, પાટીલને બદલે ફળદુને કહી દીધા પ્રદેશ પ્રમુખ
જીતુ વાઘાણી

જીતુ વાઘાણીની જીભ લપસતા આર.સી ફળદુને (R.C. Faldu) પ્રદેશ પ્રમુખ ગણાવ્યા હતા.

  • Share this:
    ગુજરાતમાં (Gujarat) 21 ફેબ્રુઆરીએ (21 February) અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને રાજકોટ મહાનગરપાલિકાની બેઠકો પર ચૂંટણી (local Election) યોજાશે. મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારીપત્રકો પણ ભરાઈ ગયાં છે. હાલ તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં પોતાનું એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે ભાવનગરમાં (Bhavnagar) ભાજપ (BJP) દ્વારા પ્રચાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) , પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ (C>R> Patil), પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી (Jitu Vaghani) સહિતનાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ સભાના સંબોધનમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની જીભ લપસી પડી હતી. જીતુ વાઘાણીની જીભ લપસતા આર.સી ફળદુને (R.C. Faldu) પ્રદેશ પ્રમુખ ગણાવ્યા હતા.

    જીતુ વાઘાણીએ ભાંગરો વાટ્યો



    ભાવનગરમાં ભાજપની સભામાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પહેલા માનવામાં આવતા સ્ટાર પ્રચારક જીતુ વાઘાણીએ ભાંગરો વાટ્યો હતો. તેમણે આર.સી ફળદુને પ્રદેશ પ્રમુખ ગણાવ્યા હતા. જેના કારણે મુખ્યમંત્રી રૂપાણી અને સી.આર. પાટીલ બંન્ને અસહજ થઇ ગયા હતા. તો આ અંગેનો વીડિયો તમે પણ સાંભળી લો.

    રાપર: જેઠે નાનાભાઈની પત્ની પર આચર્યું દુષ્કર્મ, બંને હાથ બાંધી પંખે લટકાવી માતાને કર્યો વીડિયો કોલ

    સી.આર પાટીલે શું કહ્યું?

    નોંધનીય છે કે, આ સભાને સંબોધતા સી.આર પાટીલે જણાવ્યું કે, કાર્યકર્તાઓએ ચૂંટણી દરમિયાન ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલા કામોને યાદ કરવા પડશે. લોકો પાસે જાવ ત્યારે કેન્દ્રએ કરેલા કામોનો ઉલ્લેખ કરો. કાશ્મીરમાં વચન મુજબ 370ની કલમ રદ કરી. ભાજપ આ વખતે રેકોર્ડ સર્જશે. છેવાડાના માનવી સુધી પહોંચવાનું પંડિત દીનદયાળનું સ્વપ્ન પૂરું કર્યું. 23ના રોજ જંગી બહુમતી સાથે ભાજપનું વિજય સરઘસ કાઢીશુ.



    આ રાશિઓના જાતકોનો આજે જીવનસાથી સાથે જશે પ્રેમમય દિવસ, જાણો કેવું છે આપનું રાશિફળ

    મહત્વનું છે કે, ગુજરાતમાં 21 ફેબ્રુઆરીએ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને રાજકોટ મહાનગરપાલિકાની બેઠકો પર ચૂંટણી યોજાશે. જ્યારે 28મી ફેબ્રુઆરીએ રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાશે.
    Published by:Kaushal Pancholi
    First published:February 13, 2021, 10:38 am

    ટૉપ ન્યૂઝ