ભાવનગરમાં સગીરા ઉપર ગેંગરેપ, ચાર આરોપીઓ ઝડપાયા

News18 Gujarati
Updated: May 10, 2019, 8:07 PM IST
ભાવનગરમાં સગીરા ઉપર ગેંગરેપ, ચાર આરોપીઓ ઝડપાયા
પ્રતિકાત્મક તસવીર

ભાવનગરમાં ફોઇના ઘરે રમવા ગયેલી સગીર યુવતી ઉપર સામુહિક દુષ્કર્મ થયાની ઘટના બની છે.

  • Share this:
ચિરાગ ત્રિવેદી, ભાવનગરઃ ભાવનગરમાં ફોઇના ઘરે રમવા ગયેલી સગીર યુવતી ઉપર સામુહિક દુષ્કર્મ થયાની ઘટના બની છે. પરિવારની ફરિયાદના પગલે પોલીસે ગણતરીના કલાકોમાં ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અને વિવિધ કલમો લગાવીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે ભાવનગરમાં એક સગીરા પોતાના પરિવાર સાથે રહે છે. સગીરા પોતાની નાની બહેન સાથે ફોઇના ઘરે રમવા માટે ગઇ હતી. ત્યાં સાંજના સાતેક વાગ્યાની આસપાસ ઘરે પરત જતાં હતા. તે સમયે શિવાજી સર્કલ પાસે પ્રકાશ નામનો છોકરો તથા બીજા ત્રણ અજાણ્યા યુવકો તેની પાસે આવ્યા હતા. અને પ્રકાશે કહ્યું હતું કે, ચાલ અમારી સાથે નહીં આવે તો તેને અને તારા ફોઇ તથા તારા બાપુને મારી નાખીશું.

ધમકી આપ્યા બાદ સગિરાને બળજવરીથી ગાયત્રીનગર બાજુ લઇ ગયા હતા. અને તેની નાની બહેન બીકની મારી નાસી ગઇ હતી. ગાયત્રીનગર શંકરના મંદિર પાસે લઇ જઇ ધમકી આપીને મોડી રાત્રી સુધી બેસાડી રાથી હતી. આ સાથે મોડી રાત્રે પ્રકાશે તેની સાથે મરજી વિરુદ્દ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પ્રદિપ, મનિષ તથા નિવરે પણ તેની સાથે વારાફરથી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ તમામ આરોપીઓએ સગીરાને શિવાજી સર્કલ પાસે મુકીને ફરાર થઇ ગયા હતા. અને સગીરા શિવાજી શર્કલ પાસે જ સુઇ ગઇ હતી.

પરિવારના સભ્યો તેને શોધવા નિકળતા ભોગ સગીરા શિવાજી સર્કલ પાસેથી મળી આવી હતી. સગિરાએ પોતાની તમામ હકીકત પરિવારને કહી હતી. પરિવારને આ અંગેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં પ્રકાશ સહિતના તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અને વિવિધ કલમો લગાડીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

આરોપીઓ

(૧) નિરવ જયંતીભાઇ શિયાળ ઉવ. ૨૪ રહે. ભાવનગર ઘોઘા જગાત નાકા રામાપીરના મંદિર પાસે(ર) મનીષ હિમતભાઇ ઢાપ ઉવ. ૧૯ રહે. ભાવનગર ઘોઘા જગાતનાકા પેટ્રોલ પંપ પાછળ મફતનગર
(૩) પ્રદિપ ઉર્ફે ટવિંન્કલ કાન્તીભાઇ ઢાપ ઉવ. ૨૧ રહે. ભાવનગર ઘોઘા જગાતનાકા પેટ્રોલ પંપ પાછળ મફતનગર
(૪) કાયદાના સંર્ઘષમાં આવેલ બાળ કિશોર પ્રકાશ ઉર્ફે પકો નાનુભાઇ મકવાણા ઉવ. ૧૬ રહે.ભાવનગર સરદારનગર ૫૦ વારી પ્લોટ મફતનગર
First published: May 10, 2019, 8:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading