Home /News /kutchh-saurastra /

તળાજા નજીક ગામડામાં બાળકીને ફાડી ખાનાર દીપડો પાંજરે પુરાયો

તળાજા નજીક ગામડામાં બાળકીને ફાડી ખાનાર દીપડો પાંજરે પુરાયો

દીપડો પાંજરે પુરાયો

દીપડાને પકડ્યા પછી તેને મહુવાનાં રાણીગાળા ખાતે આવેલા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.

    તળાજા: થોડા દિવસો પહેલા ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકામાં એક બાળકીને ફાડી ખાનાર દીપડાને પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા મળી છે.

    સુત્રોનાં જણાવ્યા અનુસાર, દીપડાએ એક બાળકીને ફાડી ખાધી હતી અને તે પછીના થોડા દિવસો પછી એક વૃદ્ધા પર હુમલો કર્યો હતો.

    પકડાયેલા દીપડાની ઉંમર અંદાજિત 11 વર્ષની છે. તળાજા તાલુકાનાં દરિયાકાંઠા વિસ્તારમાં દીપડાઓ નિયમીત જોવા મળે છે અને ગામડાઓમાં વસતા લોકોમાં ભય ફેલાય છે.

    દીપડાને પકડ્યા પછી તેને મહુવાનાં રાણીગાળા ખાતે આવેલા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.

    થોડા દિવસો પહેલા તળાજા પાસેનાં રેલિયા ગામમાં દીપડાએ બાળકીને ફાડી ખાધી હતી. છેલ્લા ત્રણ અઠવાડિયાથી વન વિભાગે દીપડાને પાંજરે પુરવા માટે પ્રક્રિયા હાથ ધરી હતી.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Conflict, Leopard, MAN VS WILD, Talaja, Wildlife, ભાવનગર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन