ભાવનગર : સિહોર (Sihor)માં એક અજીબોગરીબ બનાવ સામે આવ્યો છે. અહીં એક પાંચ વર્ષની બાળકીના પગમાંથી ઑપરેશન (Operation) કરીને બંદૂકની ગોળી (Bullet) કાઢવામાં આવી છે. નવાઇની વાત એ છે કે પરિવારને ગોળી કેવી રીતે વાગી તેની કોઈ જાણ નથી. આ ઉપરાંત બાળકીને પગલમાં દુઃખાવો ઉપડ્યા બાદ તેને હૉસ્પિટલ (Hospital) લઈ ગયા બાદ પગમાં ગોળી હોવાની જાણ થઈ હતી. જાણવા મળ્યું છે કે બાળકીએ પરિવારના લોકો ઠપકો આપશે તેવા ડરથી પગમાં ગોળી વાગવા અંગે કોઈને જાણ કરી ન હતી.
સિહોરના સાગવાડી નજીક રહેતા નીતિનભાઈ બચુભાઈ સરવૈયાની પાંચ વર્ષની બાળકીને અચાનક પગમાં દુઃખાવો ઉપડ્યો હતો. જે બાદમાં બાળકીને હૉસ્પિટલ લઇ જવામાં આવી હતી. તબીબોએ તપાસ કરતા માલુમ પડ્યું કે બાળકીના પગમાં બંદૂકની ગોળી છે. જે બાદમાં ડૉક્ટરની એક ટીમે ઑપરેશન કરીને બાળકીના પગમાંથી ગોળી બહાર કાઢી હતી.
આ પણ વાંચો : સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના મહામંત્રી કોરોના પોઝિટિવ, ભાજપ પ્રદેશ અધ્યક્ષની રેલીમાં હતા હાજર
બાળકીના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચાર-પાંચ મહિના પહેલા બાળકીના પગમાં ગોળી વાગી હતી. બાળકીએ કૂતરું કરડ્યું હોવાનું જણાવ્યું હતું. અમને સપનામાં પણ વિચાર આવ્યો ન હતો કે ગોળી વાગી હશે. જે બાદ પ્રાથમિક સારવાર બાદ બાળકીને ઘરે લાવ્યા હતા. અચાનક બાળકીના પગમાં દઃખાવો ઉપડતા તેને હૉસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં 25મી ઓગસ્ટના રોજ ડૉક્ટરોએ ઑપરેશન કરીને પગમાંથી ગોળી બહાર કાઢી હતી.
નીચે વીડિયોમાં જુઓ પીએમ મોદીના સ્પેશિયલ વિમાન અંગેનો ખાસ અહેવાલ
મળતી માહિતી પ્રમાણે સિહોર-ટાણા રોડ ખાતે ફાયરિંગ બટ આવેલું છે. અહીં તાલિમ આપવામાં આવતી હોય છે. આ દરમિયાન ફાયરિંગ કરવામાં આવે છે. આ દરમિયાન જ કોઈ ગોળી બાળકીના પગમાં વાગ્યાની સંભાવના રહેલી છે. જોકે, બાળકીનું ઘર ફાયરિંગ બટ વિસ્તારનથી 500 મીટર દૂર આવેલું છે. આથી ગોળી ત્યાં કેવી રીતે પહોંચી તે પણ તપાસનો વિષય છે.
Published by:Vinod Zankhaliya
First published:August 27, 2020, 13:00 pm