Home /News /kutchh-saurastra /

રાજ્યમાં 4 જગ્યાએ આગના બનાવો: સુરતમાં ત્રણ માળની કાપડની દુકાનમાં ભીષણ આગ

રાજ્યમાં 4 જગ્યાએ આગના બનાવો: સુરતમાં ત્રણ માળની કાપડની દુકાનમાં ભીષણ આગ

    રાજ્યમાં 4 અલગ અલગ જગ્યા પર આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરત, વાપી, અમદાવાદ અને ભાવનગરમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને દોડધામ મચી ગઈ હતી.

    વાપી:
    ઘટનાની વિગત અનુસાર વાત કરવામાં આવે તો આ તરફ વાપી જી.આઇ.ડી સીમાં એક કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. સેકંડ ફેસમાં આવેલી આનંદ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં આગ લાગી હતી. સોલવન્ટના બેરલમાં બ્લાસ્ટ થતા આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. જો કે ત્રણ ફાયર ફાઈટરોએ સમગ્ર આગને કાબૂમાં કરી હતી. આ ઘટનામાં 2 કામદારોને ઈજા થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.



    સુરત:
    સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલા અભિષેક આર્કેડમાં આગ લાગી હતી. કાપડની ત્રણ માળની દુકાનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. મહત્વનું છે કે અગાશી પર વેલ્ડીંગ કરતા સમયે આ આગ લાગી હતી. જો કે આ સમગ્ર ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી. પરંતુ આગે જોત જોતામાં 3 દુકાનોને ઝપેટમાં લઈ લીધી હતી. આમ  સમયસર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા મોટી દુર્ઘટના હતી.



    અમદાવાદ:
    રૂ બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાથી દોડધામ મચી ગઈ હતી. આ આગ ચામુંડા બ્રિજ GSC હોસ્પિટલ લાગી. સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં તેઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. અને આગને કાબૂમાં લીધી હતી.

    ભાવનગર:
    તો ભાવનગરમાં આજે વહેલી સવારે પાનની દુકાનમાં આગ લાગી હતી. શાકમાર્કેટ વિસ્તારમાં આવેલી વાહેગુરુ પાનની દુકાનમાં આ આગ લાગી હતી. જો કે આ આગ ક્યાં કારણોસર લાગી હતી. તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ ફાયર બ્રિગેટે સમગ્ર આગ પર કાબૂ મેળવી લીધો હતો.

    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Aag, Gujrat, Vapi, અમદાવાદ, આગ, ભાવનગર, સુરત, િગીા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन